રાજકોટ: એકતરફી પ્રેમીમાં સાળાની પત્નીને સળગાવી પોતે પણ સળગ્યો, બંનેનાં મોત

થોડા દિવસો પહેલા રાજકોટમાં પરિણીતાને જીવતી સળગાવી હોવાની ઘટના બની હતી. આ ઘટના રાજકોટ-એરપોર્ટ રોડ પર આવેલ ચંદ્રેશનગર સોસાયટીમાં બની હતી. જેમાં એક તરફી પ્રેમીએ પરિણીતાને સળગાવી છે. બંનેને સારવાર હેઠળ સિવિલ હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. યુવક અને સગર્ભા પરણીતાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

ચેતન પલાણ પોતાના જ સાળાની પત્ની એકતાના એક તરફી પ્રેમમાં પાગલ બન્યો હતો. આ ઘટનાને પગલે પરિણિતાના પતિએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ચેતન પલાણ સામે ફરિયાદ નોંધાવી છે. જેને લઈ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

છેલ્લા એક વર્ષથી ચેતન સાળાની પત્નીના એકતરફી પ્રેમમાં પાગલ બન્યો હતો. જે બાબતે અગાઉ ચેતનને ઠપકો પણ આપ્યો હતો. પરંતુ પ્રેમમાં આંધળા બનેલા ચેતન સાસુના ઘરે અગનખેલ ખેલવાના ઇરાદે ધસી આવ્યો હતો.

 43 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી