રાજકોટ: રેપના આરોપીએ જામીન પર છૂટી એ જ યુવતી સાથે આચર્યું દુષ્કર્મ

સૌરાષ્ટ્રના ક્રાઇમ કેપિટલ રાજકોટમાં યુવતી સાથે બળાત્કારીની ઘટના સામે આવી છે. ઘૃણા પમાડે તેવા આ કિસ્સામાં એક 48 વર્ષના આધેડે 19 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચર્યુ છે. જોકે, પ્રાપ્ત અહેવાલો મુજબ આ આધેડે ચાર વર્ષ અગાઉ આ યુવતી જ્યારે સગીરા હતી ત્યારે પણ તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. આ આરોપીનું નામ ભગવાનજી રાઠોડ છે.

પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે આજથી ચાર વર્ષ પહેલા એટલે કે 2015માં ભગવાનજીએ એક સગીરાનું અપહરણ કર્યું હતું અને દુષ્કર્મ ગુજાર્યું હતું. જે તે વખતે અપહરણ, દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધાતાં તેની ધરપકડ થઇ હતી. ત્યારબાદ કોર્ટે 10 વર્ષની સજા કરી હતી. પરંતુ જામીન પર છૂટતા ફરી તે જ સગીરા જે આજે પુખ્ત વયની બની ગઇ છે તેનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું છે.

પોક્સો જેવા ગંભીર ગુનામાં દોષિત ઠરેલો આ આધેડ જેલમાં સજા ભોગવી રહ્યો હતો ત્યારે જામીન પર છુટીને તેણે ફરી દુષ્કર્મ કરતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવના પગલે શહેરની માલવીયા નગર પોલીસે આરોપી ભગવાનજીની ધરપકડ કરી છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી