September 21, 2020
September 21, 2020

સરકારની મંજૂરી પહેલા જ ગરબાના પાસ બુકિંગની જાહેરાત!

  નવરાત્રિને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, છતાં પાસના બુકિંગની જાહેરાત 

રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યો છે તો બીજી તરફ અનલૉકમાં છૂટછાટ પણ મળવા લાગી છે. તેવામાં નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે આ વખતે નવરાત્રી મનાવાશે કે નહીં તે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે રાજકોટમાં સૌથી મોટા ગરબા આયોજક સુરભી ક્લબ દ્વારા પાસના બુકિંગની જાહેરાત કરવામાં આવી છે.

સરકારે હજુ ગરબા આયોજનને આપી નથી મંજૂરી છતાં પાસ બુકીંગની જાહેરાત કરી દેવામાં આવી છે. નવરાત્રીમાં મોટા પાયે ગરબા આયોજન થઇ શકે કે નહિ તે  અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી કરાઈ. હાલના તબક્કે ગરબા આયોજન અંગે કોઈ જ છૂટછાટ જાહેર નથી કરાઈ  છતાં રાજકોટના એક ગરબા આયોજકે પાસ બુકીંગની જાહેરાત કરી દીધી છે.

ગરબા ગુજરાતની ઓળખ છે ત્યારે કોરોનાના કારણે તહેવારોની ઉજવણી પર અનેક પ્રશ્નાર્થ લાગી રહ્યાં છે. ત્યારે નવરાત્રી પણ હવે નજીક આવી રહી છે. કોરોના સંકટ વચ્ચે ગરબાનું આયોજન શક્ય ન હોવાની વાત સામે આવી છે. આ વખતે ગરબાનું આયોજન કરવું સંભવ નથી. તો બીજી તરફ થોડાક દિવસ પહેલા ગરબા આયોજકોએ મુખ્યમંત્રી રૂપાણી સાથે આ મુદ્દે રજૂઆત કરી હતી. જેમાં સરકારે 30 ઓગસ્ટ બાદ પરિસ્થિતિ બદલાય તો સરકાર વિચારણા કરશે. પરિસ્થિતિ બદલાશે તો સરકાર ગાઈડલાઈન બહાર પાડશે.

 54 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર