રાજકોટ : 115 ઘરની કપાતની રજૂઆત કરતા સ્થાનિકોમાં આક્રોશ

RK ગ્રૂપની બિલ્ડિંગ બચાવવા માટે થયું હોવાનો આરોપ 

રાજકોટના અંકુર રોડ પર સ્થાનિકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો છે. TP રોડ નીકળતો હોવાથી અનેક ઘર કપાતમાં આવતા હોવાથી 200થી વધુ મહિલાઓ અને પુરુષો ભેગા થયા હતા. TP સ્કીમના કારણે પોતાના ઘર કપાતમાં જતા રહેવાના હોવાથી પોતાનો આશિયાનો બચાવવા માટે અહીં સ્થાનિક લોકોએ હલ્લાબોલ કર્યો છે.

અંકુર રોડ પર TP રોડ નીકળતા 115 ઘર કપાતમાં આવતા હોવાથી લોકો એકઠા થયા હતા. જ્યાં સ્થાનિક લોકોએ તંત્ર પર મોટા આક્ષેપ કર્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, રાજકીય વગ ધરાવતા લોકોની જગ્યા બચાવવા માટે મનપાએ રાતોરાત નકશો બદલ્યો છે. પહેલાના નકશામાં આ વિસ્તાર કપાતમાં આવતો નહોતો, પરંતુ અચાનક નકશો બદલીને મોટા માણસોને બચાવવા માટે નાના માણસોના ઘર તોડવામાં આવી રહ્યા છે.

રાજકોટના અંકુર રોડ પર સ્થાનિકોનો હલ્લાબોલ અને વિરોધ દરમિયાન 2 લોકો બેભાન થઈ ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

સ્થાનિકોનું કહેવું છે કે આ બધુ આર કે ગ્રૂપના કારણે થઈ રહ્યું છે. તેમની બિલ્ડિંગ નજીકમાં જ આવેલી છે અને આ રસ્તો બનાવવા પાછળ તેઓનો હાથ છે. એક રહીશે કહ્યું હતું કે આ તેઓની શોભા વધારવા માટેનો પ્લાન છે. પણ અમે ત્રીસ ત્રીસ વર્ષથી અહીં રહીએ છીએ. હવે અમે ક્યાં જઈએ? 

તાજેતરમાં જ RK ગ્રુપ પર દરોડા પદયા હતા. ત્યારથી જ આ ગ્રુપ વિવાદોમાં છે અને હવે વધુ એક વિવાદમાં આ ગ્રૂપનું નામ સંડોવાયું છે. 

 57 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી