રાજકોટ પોલીસ કમિશ્નરે નવરાત્રિ બાદ હવે દિવાળીના તહેવારને લઇ બહાર પાડ્યું જાહેરનામું

જાહેરમાં તેમજ રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમજ આગામી એક ડિસેમ્બર સુધી જાહેર રોડ-રસ્તા પર ફટાકડા ફોડા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં, રાત્રીના 10થી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા દિવાળી અને દેવદિવાળીને અનુસંધાને આ જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં ચાઈનીઝ તુકકલ કે ચાઈનીઝ લેન્ટર્ન વેચવા કે ઉડાડવા પર પણ પ્રતિબંધ લાદવાાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં આવેલ તમામ કોર્ટ કચેરી તેમજ હોસ્પિટલ આસપાસ 100 મીટર સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવાયો છે.

રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા બહાર પાડેલા જાહેરનામું તમામ લોકોને અનુસરવાનું રહેશે. જાહેરનામા પ્રમાણે તારીખ 2/10 થી 1/12 સુધી જાહેર રોડ રસ્તા પર ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે, જેના કારણે નાના બાળકો સહિત મોટા લોકો નિરાશ થયા છે.

રાજકોટમાં રાત્રિના 10થી સવારે 6 વાગ્યા સુધી પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તહેવારોની સીઝનમાં આપણે ચાઈનીઝ તુક્કલ ઉડાવતા હોઈએ છીએ, ત્યારે ચાઈનીઝ તુકકલ કે ચાઈનીઝ લેન્ટર્ન વેચવા કે ઉડાડવા ઉપર પણ પ્રતિબંધ મૂકાયો છે. શહેરી વિસ્તારમાં આવેલ તમામ કોર્ટ કચેરી તેમજ હોસ્પિટલ આસપાસ 100 મીટર સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે.

 85 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર