કોન્સ્ટેબલની બહાદુરીને સલામ ! પોતાનો જીવ જોખમમાં મૂકી દારૂ ભરેલી બોલેરોને ઝડપી

દારૂ ભરેલી બોલેરો કારમાં બહાદુર કોન્સ્ટેબલ ફિલ્મીઢબે કૂદી પાછળના ભાગે ચડી ગયા, બુટલેગરે કાર હેઠળ કચડવાનો કર્યો પ્રયાસ

રાજકોટમાં પોલીસની બહાદુરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ સ્નેહભાઈએ પોતાનો જીવ જોખમમાં મૂકી વિદેશી દારૂ ભરેલી બોલેરો ચાલકને ઝડપી પાડ્યો હતો. દારૂ ભરેલી બોલેરો કારમાં સ્નેહભાઈએ ફિલ્મીઢબે કૂદી પાછળના ભાગે ચડી ગયા હતા. સ્નેહભાઈ બોલેરોના પાછળના ભાગે એક કલાક સુધી ફંગોળાયા હતા. અંતે બોલેરો કાર ઝાડ સાથે અથડાઈ હતી. ઈજાગ્રસ્ત સ્નેહભાઈની બહાદુરીથી ચાલક અને 42 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો હતો.

રાજકોટમાં બુટલેગરો બેફામ બન્યા હોઈ તેમ રાત્રીના માડાડુંગર પાસે માનસરોવર સોસાયટી નજીક પોલીસે દારૂનો જથ્થો ભરેલી બોલેરો પિકઅપવાનને રોકવાનો પ્રયાસ કરતા બોલરો ચાલકે પોલીસની ખાનગી કારને ઠોકરે લઈ કોન્સ્ટેબલ સ્નેહભાઈને કચડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કોન્સ્ટેબલે બહાદુરી દાખવી બોલેરોમાં ચડી ગયા હતા.

બાદ 60 કિમી સુધી બોલરોમાં પોલીસમેન ફંગોળાતા રહ્યા છતાં વાહન રોકયું ન હતું.દરમિયાન બગદળીયા ગામથી કરમળ પીપળીયા ગામના રોડ તરફ વળાંકમાં બોલેરો ઝાડ સાથે અથડાયા બાદ તે વાહન મૂકી ચાલ્યો ગયો હતો.

 ક્રાઈમ બ્રાંચની ટીમે બુમાબુમ કરી પોતાની ઓળખ આપી છતાં યુટીલીટીના ચાલકે તેને ગણકાર્યા વગર ફૂલ સ્પીડમાં ગાડી ભગાડી મૂકી પાછળ બેઠેલા કોન્સ્ટેબલ સ્નેહભાઈ આમથી તેમ ફંગોળાઈ ત્યાં લાગેલા લોખંડની એંગલ સાથે ભટકાતા તેના નાકમાં ઈજા થઈ હતી.

કોન્સ્ટેબલ સ્નેહે બહાદુરી પૂર્વક કારના પાછળના ભાગેમાં એક પાનુ પડ્યું હોય તે ઉઠાવી મેં ડ્રાઇવર સાઇડ તથા ખાલી સાઇડના બંને દરવાજાનાં કાચ ફોડીને પણ ગાડી ઉભી રાખવા કહ્યું હતું. પરંતુ તે માન્યો નહીં અને અંતે બગદળીયા ગામથી કરમાળ પીપળીયા જતાં રસ્તે વળાંક આવતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને ગાડી રોડ સાઇડમાં ઉતરી ઝાડમાં ભટકાઇ ગઇ હતી. આ વખતે ચાલકને ઇજા થઇ હતી. આમ છતાં તે ત્યાંથી ગાડી મૂકી ભાગી ગયો હતો. પોલીસે બોલરોમાંથી વિદેશી દારૂની 84 બોટલો મળી હતી. જેમાંથી 3 ફુટેલી હતી અને બીયરના 144 ટીન હતાં. જેમાંથી 5 ફુટી ગયેલા હતાં. આમ કુલ રૂ. 42250નો દારૂ -બીયર તથા ગાડી કબ્જે કરાયા હતા. 

આ મામલે પોલીસે કોન્સ્ટેબલ સ્નેહભાઈ ભાદરકાની ફરિયાદ પરથી આ મામલે હત્યાનો પ્રયાસ તેમજ આઈપીસીનીકલમ325,337,427,186,એમવીએક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે બોલેરો ચેક કરતા તેમાં બાબરના દરેડ ગામના ગેરૈયા રમેશભાઈ રાણાભાઈનું ડ્રાઈવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ મળ્યું છે.આ શખ્સ સામે પશુ સંરક્ષણ ધારા તેમજ બોગસ દસ્તાવેજ અંગેનો ગુનો નોંધાઇ ચુક્યો હોવાનું જણવા મળ્યું છે. આ મામલે તપાસ કરી પોલીસે આરોપીને દબોચી લીધો હતો.

ક્રાઇમ બ્રાન્ચ ના પો. કોન્સ. સ્નેશભાઇ ગોપાલભાઇ ભાદરકાનું ગેરેન્ટરી એવોર્ડ માટે નામ પણ નોમિનેટ કરવાની પોલીસ કમિશ્નરે ખાતરી આપી છે અને 3 હજાર રૂપિયાનું રોકડ ઇનામ પણ જાહેર કર્યું છે.

 135 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર