રાજકોટ: પોલીસ વર્દીમાં કોન્સ્ટેબલે ફોર્ચ્યુનર કારના બોનેટ પર બેસી બનાવ્યો વીડિયો

છેલ્લા કેટલાક સમયથી પોલીસકર્મીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ છવાયેલા રહે છે. એમાં પણ રાજકોટના પોલીસ ઓફિસરો જાણે એક્ટિંગનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. રાજકોટના વધુ એક પોલીસ ઓફિસરનો વીડિયો વાયરલ થયો છે. જો કે આ વીડિયો ક્યારનો છે તે સામે આવ્યું નથી પરંતુ પોલીસના ડ્રેસમાં ગુનેગારોમાં ખોફ જમાવવાને બદલે ઓફિસરો ફિલ્મી સ્ટાઇલ મારી રહ્યાં છે.

રાજકોટના પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજ ઝાલાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ પોલીસની વર્દી પહેરીને સિમ્બા સ્ટાઈલ મારી રહ્યો છે. આ યુવા કોન્સ્ટેબલ નિયમોની ઐસીતૈસી કરતો દેખાયો. જેમાં તેણે ફોરચ્યુનર કારમાં બોનેટ પર બેસીને ચાલુ ગાડીમાં વીડિયો બનાવ્યો છે, તો ચાલુ ગાડીમાંથી પણ ઉતરતો વીડિયો બનાવ્યો છે.

બાદમાં રોડ પર પોતે કાર ચલાવતો નજરે પડે છે અને ચાલુ કારમાંથી ઉતરી ફિલ્મી સીનમાં જોવા મળી રહ્યો છે. હાલ તે ડી સ્ટાફમાં ફરજ બજાવી રહ્યો છે. જો કે આ ટીકટોક નથી પોતાનો પર્સનલ વીડિયો બનાવ્યો હતો. પરંતુ કાર પર બેસી પોલીસ ડ્રેસમાં આ રીતેની હીરોગીરીમાં પોલીસ શું પગલા લે તે જોવાનું રહ્યું.

જેમ ફિલ્મોમાં હીરોની એન્ટ્રી બતાવે છે, તેમ દિવ્યરાજ ઝાલાએ વીડિયોની શરૂઆતમાં પોતાની એન્ટ્રી બતાવી છે. હાથમાં ઘડિયાળ પહેરતો, પોલીસનો બેજ પણ આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. તો બીજી તરફ, કોઈ પ્રોફેશલ કેમેરામેન દ્વારા આ વીડિયો બનાવાયો હોવાનું પણ દેખાઈ રહ્યું છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી