રાજકોટ : સિટી બસના ટક્કરથી ઘાયલ PSIનું નિધન

સારવાર દરમિયાન PSIએ દમ તોડ્યો 

રાજકોટમાં સિટી બસની ટક્કરે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા PSIનું નિધન થયું છે. ટક્કર લાગતા સ્કૂટર સવાર પીએસઆઇ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમણે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એચએ અઘામ ગઈકાલે વિકઓફ હોવાથી કામ માટે બહાર નીકળ્યા અને અકસ્માતનો ભોગ બન્યા હતા. 

રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એચ. એ. આઘામનો બુધવારે  વિકલી ઓફ હોવાથી કામ માટે બહાર નિકળ્યા હતા. રસ્તામાં સિટી બસે ટક્કર મારતાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ. એ. આઘામ અકસ્માતનો ભોગ બન્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એચ. એ. આઘામને હોસ્પિટલમાં દાખળ કરાયા હતા પણ સારવાર દરમિયાન તેમનું નિધન થતાં પોલીસ વર્તુળોમાં આઘાત અને શોકની લાગણી પ્રસરી ગઈ છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી