WC-2019: જાડેજાની બહેને કહ્યું, આજનો દિવસ ભારત માટે ન્હોતો, રિવાબા રહ્યાં મૌન

વર્લ્ડકપની સેમીફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમના પરાજય બાદ રવિન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા એ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આજનો દિવસ ભારતનો ન હતો. ખેલદિલીની ભાવના જાળવી રાખવી જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યુંહતું કે, હાર જીત તો થતી રહે પરંતુ ખેલદિલીની ભાવના જાળવી રાખવી જોઇએ. નયના બાએ ભાઇ રવીન્દ્ર જાડેજાની રમતની પ્રસંસા કરતા કહ્યું હતું કે, તેમની બેટિંગ પણ સુધરી છે. આગામી મેચમાં રવીન્દ્ર જાડેજા સારું પ્રદર્શન કરે તેવી આશા પણ નયના બાએ વ્યક્ત કરી હતી.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી