September 22, 2020
September 22, 2020

રાજકોટ : ગુમ થયેલી માસૂમ બાળકી ગળુ કપાયેલી હાલતમાં મળી, પોલીસ થઇ દોડતી

રાજકોટ શહેરમાં બે દિવસ પહેલા ગુમ થયેલી બાળકી ગળુ કાપી નાખેલી હાલતમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. રાજકોટના પુનિતનગરમાં વૃંદાવન ગ્રીન સિટી સાઈટ પર મજૂરી કામ કરતા અને મૂળ દાહોદના અરવિંદભાઈ રસીયાભાઈ ડામોરની 6 વર્ષની દીકરી ગઈકાલે ગુમ થઈ ગઈ હતી. આજે સવારે હત્યા કરાયેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે.

તો બીજી તરફ સમગ્ર મામલાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથકના પી.આઇ જય ધોળા તેમજ ડી સ્ટાફ પીએસઆઇ ડામોર તો સાથોસાથ ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ યુ.બી જોગરાણા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

વૃંદાવન ગ્રીન સિટીની સાઈટ પર ઓરડી બનાવીને રહેતા અરવિંદભાઈ ડામોરની 6 વર્ષની દીકરી નેન્સી કાલે બપોરે રમવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી. જે બાદ ઘરે પરત ન ફરતા પિતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ કરતા આજે સવારે હત્યા કરાયેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળ્યો છે. 

પોલીસે આ મામલે નેન્સીના માતા-પિતાની પૂછપરછ શરૂ કરવામાં આવી છે તો સાથોસાથ આજુબાજુમાં રહેતા લોકો તેમ જ નેન્સીના માતા-પિતા સાથે કામ કરતા લોકોના પણ નિવેદન નોંધવામાં આવી રહ્યા છે.

રાજકોટ ડેપ્યુટી પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે તાલુકા પોલીસ મથકમાં અપહરણ તેમજ હત્યાનો ગુનો નોંધી દેવામાં આવ્યો છે. સમગ્ર મામલે જુદી-જુદી ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અને જલ્દી આરોપી પોલીસ સકંજામાં આવી જશે તેવી ખાતરી આપી છે.

 73 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર