રાજકોટ : રોગચાળો વકર્યો, સિવિલમાં દર્દીઓ ઉભરાયા

રાજકોટમાં રોગચાળાએ માથું ઉચક્યું હોય તેમ આજે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાયા હતા. 17 ઇંચ વરસાદ બાદ રાજકોટમાં ઠેર ઠેર ગંદકીના ગંજ જામ્યા છે. આથી મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકોમાં તાવ, શરદી, ઉધરસ જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે. આથી આજે સિવિલ હોસ્પિટલમાં 1 હજારથી વધુ દર્દીઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ, પ્રસુતિ વિભાગની બરાબર સામે છેલ્લા પાંચ દિવસથી ગંદકી જોવા મળી રહી છે. સમગ્ર હોસ્પિટલના શૌચાલયોની ગંદકી જે જગ્યાએ ભેગી થાય છે તે પે એન્ડ યુઝ શૌચાલય સામે આવેલી કુંડી છેલ્લા પાંચ દિવસથી ઉભરાઇ રહી છે. પોલીસ ચોકીમાં બેસી પણ ન શકાય તેવી દૂર્ગંધ આવતી રહે છે. ઉભરાતા ગંધારા પાણીની સમસ્યાને દૂર કરવા સત્તાધીશોએ જાણ કરતાં ડ્રેનેજ વિભાગની ટીમ આવી હતી. પરંતુ ફોલ્ટ ન શોધી શકાતાં આ ગંદકી સતત પાંચ દિવસથી પરેશાનીનું કારણ બની છે.

સાજા લોકો પણ માંદા પડી જાય તેવી ગંદકીના ઉદભવ સ્થાનનો ફોલ્ટ તાકીદે શોધીને લોકોને, પોલીસ સ્ટાફને અને ઇમરજન્સી-પ્રસુતિ વિભાગમાં ફરજ બજાવતાં તબીબો, નર્સિંગ સ્ટાફને તથા હોસ્પિટલમાં આવતા-જતાં દર્દીઓ, લોકોને હાલાકીમાંથી બહાર કાઢવામાં આવે તે અત્યંત જરૂરી છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી