September 28, 2020
September 28, 2020

રાજકોટ : પત્રકાર બની દારૂની હેરાફેરી કરતા ત્રણ બુટલેગરોની ધરપકડ, 2.46 લાખનો દારૂ જપ્ત

ધોરાજી પોલીસે 579 દારૂની બોટલ સહિત રૂા. 15.71 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટમાં પત્રકારના નામે દારૂની હેરાફેરી કરતા ત્રણ બુ઼ટલેગરોની ધરપકડ કરવામાં આવી છે. સાથે પોલીસે કુલ 2 લાખ 46 હજારનો દારૂ જપ્ત કર્યો છે. શરૂઆતમાં આરોપીએ પોતે પત્રકાર હોવાની ઓળખ આપી હતી. જોકે તલાશી બાદ આ ભાંડો ફૂટ્યો હતો.

મળતી વિગત મુજબ, ધોરાજી પોલીસને કરામાં દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમી હતી. બાતમી મળતા જ પોલીસે ધોરાજી-ઉપલેટા નેશનલ હાઈવે રોડ આવકાર હોટેલ સામે સધન તપાસ ઝૂંબેશ હાથ ધરી હતી. આ દરમિયાન દરમિયાન ક્રેટા અને બોલેરો પિકઅપ વાનની અટકાયત કરી હતી. પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી ઝેડ ઝાલાવાડ ન્યૂઝ લખેલુ બુમ મળેલુ હતું. આરોપીઓ સૌપ્રથમ પત્રકાર હોવાની ઓળખ આપી હતી.

જો કે તપાસ કરતા અંદરથી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે 579 બોટલ દારૂ બિયર નો જથ્થો કિંમત રૂ. 2,46,530/-મોબાઈલ નંગ 3-કિમત 15 હજાર ,9830 રોકડ રકમ, બે વાહનો કિંમત રૂ. 13 લાખ તેમજ ઝેડ ઝાલાવાડ ન્યૂઝ લખેલ માઇક્રોફોન કુલ મળી 15 લાખ, 71હજાર, 450 /- ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ વિપુલ ઉર્ફે પુનિત ઉર્ફે જોન્ટી રવજીભાઈ બગડા , પ્રકાશ ઉર્ફે કારો ભોવનભાઈ પારઘી, સાગર અરવિંદભાઈ રે. પારડી વિરૂધ્ધ ગુનો નોધી આગળની કાયવાહી હાથ ધરાઈ છે.

 72 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર