ગુજરાતમાં ‘વાયુ’ પ્રકોપ, અમદાવાદમાં હવાઈસેવા રદ

‘વાયુ’ વાવાઝોડાના કારણે હવાઈ અને રેલ માર્ગને પણ અસર પહોંચી છે. સુરક્ષાના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છ જતી ફ્લાઈટોને રદ કરી દેવામાં આવે છે. અમદાવાદથી પોરબંદર, દીવ, કંડલા, મુંદ્રા અને ભાવનગર જતી તમામ ફ્લાઈટોને 13 જુન સુધી કેન્સલ કરી દેવામાં આવી છે.

તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ તરફ જતી ટ્રેનોને પણ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોના સ્થળાંતર માટે અને રાહતસામગ્રી અને જરૂરી મશીનરી પહોંચાડવા માટે પણ ખાસ ટ્રેનની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. તેમજ નાગરિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઇ સૌરાષ્ટ્રના પ્રવાસન યાત્રાધામોની એક્સપ્રેસ અને પ્રિમીયમ બસોની સેવા ત્રણ દિવસ માટે રદ કરવામાં આવી છે.

‘વાયુ’ વાવાઝોડાને પગલે એસટી તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે એસટીના તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. દરિયાકાંઠા સહિત તમામ 125 ડેપો પર ડ્રાઇવર કંડક્ટર સ્ટાફને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. તમામ ડેપો પર વધારાની 25-25 બસો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

 8 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર