રક્ત રંજિત થયું રાજકોટ સતત બીજા દિવશે કરી હત્યા

રંગીલા રોજકોટમા ફરી બીજા દિવસે હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. કુવાડવા રોડ પર રહેતા અશોક જેસીંગ વાઢેરે પત્નીનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી હતી અને બાદમાં એવુ રટણ કરતાં જોવા મળ્યા હતા કે પત્નીને વાઈની બિમારી હોવાથી વાઈ આવી જતાં ગળુ દબાવાઈ ગયું હતું! હાલ પોલીસે અશોક જેસીંગ વાઢરની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

ઘટનાની વિગત અનુસાર, પત્ની વર્ષા બપોરે બેભાન અવસ્થામાં મળી હતી. જેથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા તબિબે તેને મૃત જાહેર કરી હતી. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. જેમાં વર્ષાબેનનું મોત શ્વાસ રૂંધાવાથી થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે માવતર અને સાસરિયા પક્ષની સઘન પૂછપરછ શરૂ કરી હતી.

જેમાં ચોંકાવનારી વિગત બહાર આવી હતી. વર્ષાબેનનું મોત કુદરતી નહિં પણ હત્યા હોવાનું સામે આવ્યું હતું. વર્ષાબેનની હત્યા પતિ અશોકે ગળુ દબાવીને કરી હોવાનું ખુલતા પોલીસે ગુનો નોંધી પૂછપરછ કરી હતી. અશોકે એવુ રટણ શરૂ કર્યું હતું કે તેને વાઈનું દર્દ હોવાથી અચાનક વાઈ આવી જતાં ગળુ દબાવાઈ ગયુ હતું!

જ્યારે વર્ષાબેનના દેરાણી હેતલબેને જણાવ્યું હતું કે મંગળવારે અશોકભાઇ અને વર્ષાબેન બંને ઘરમાં એકલા હતાં અને ઉપરના રૂમમાં હતાં. અચાનક જ અશોકભાઇ દોડતાં-દોડતાં ઉપરના રૂમમાંથી નીચે આવ્યા હતાં અને ગભરાઇ ગયેલા હતાં અને તેને જણાવ્યું હતું કે ‘મારાથી કંઇક ખોટુ થઇ ગયેલ છે, મારી મોટી ભુલ થઇ ગઇ છે, મારાથી મારી પત્ની વર્ષાનું ગળુ દબાય ગયું છે’ તેવી વાત કરી હતી. ત્યારે હાલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

 152 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી