રાજકોટ મહિલા ભાજપ નેતાના પતિએ બે છાત્રાઓ સાથે કરી ગંદી હરકત

સ્કૂલના સંચાલક વિરૂદ્ધ પોક્સો હેઠળ નોંધાયો ગુનો

રાજકોટના લોધિકાના નવી મેંગણીમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 9ની બે વિદ્યાર્થિનીને સ્કૂલ સંચાલક પર છેડતીનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થીનીઓ આરોપ લગાવ્યો હતો કે સ્કૂલ સંચાલકે ઓફિસમાં બોલાવી બંનેને એક સાથે અશ્લીલ રીતે જકડી રાખી અડપલાં કર્યા હતા. વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો કે એક મહિનામાં છ વખત તેમને આ રીતે પજવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ, નવી મેંગણી ગામમાં આવેલી જ્ઞાનજ્યોત સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 9ની બે વિદ્યાર્થિનીના વાલીઓ લોધિકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. બંને વિદ્યાર્થિનીઓએ લોધિકા પોલીસને જણાવ્યું કે બંને નવી મેંગણીમાં આવેલી જ્ઞાનજ્યોત સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. સ્કૂલ સંચાલક દિનેશ જોષી કેટલાક સમયથી બંને સામે ખરાબ નજરે જોતો હતો અને અશ્લીલ હરકતો કરતો હતો. છેલ્લા એક મહિનામાં છ વખત અલગ અલગ બહાને બંને વિદ્યાર્થિનીઓને સંચાલક દિનેશ ઓફિસમાં બોલાવી હતી અને બંનેને પાછળથી છ વખત અશ્લીલ રીતે જકડી રાખી પજવણી કરતો હતો.

દિનેશની આવી હરકતોથી કંટાળેલી બંન્ને વિદ્યાર્થીનીઓએ સ્કૂલના અન્ય શિક્ષકોને આ વાત કરી હતી અને બાદમાં પોતાના માતાપિતાને આ ઘટનાની જાણ કરી હતી. સ્કૂલ સંચાલક જોષીએ અગાઉ પણ અનેક વિદ્યાર્થિનીઓ સાથે આવા કૃત્ય કર્યાની વાતો પણ શરૂ થઇ હતી. પોલીસે દિનેશ જોષી સામે ગુનો નોંધી આરોપી દિનેશની શોધખોળ શરૂ કરી હતી. દિનેશ જોષીની પત્ની સીમા જોષી ભાજપ મહિલા મોરચામાં હોદ્દેદાર છે.

 45 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી