September 21, 2020
September 21, 2020

રાજકોટ : મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી, હત્યા કે આત્મહત્યા રહસ્ય અકબંધ

મહિલાએ આત્મહત્યા કરી કે હત્યા થઇ અંગે હાલ ખુલાસો થયો નથી. પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી

રાજકોટના ભગવતીપરા મેઈન રોડ પર નંદનવન સોસાયટી-3ના એક મકાનમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મહિલાએ આત્મહત્યા કરી કે હત્યા થઇ અંગે હાલ ખુલાસો થયો નથી. તો બીજી તરફ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ, રાજકોટના ભગવતીપરા મેઈન રોડ પર નંદનવન સોસાયટી-3માં રહેતી મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરની મહિલા શારદાદેવી બલરામસિંગ ભદોરીયા (ઉ.વ.35)નો તેના જ ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે મોકલ્યો છે. મહિલાના ગળા પર ગળેટૂંપો દીધાના નિશાન જોવા મળ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરી છે.તો બીજી તરફ મહિલાનો પતિ બલરામસિંગ ભદોરીયા ગાયબ હતા. બાદમાં હાજર થઇ કલ્પાંત કરવા લાગ્યો હતો.

મળતી વિગત મુજબ, મૃત્યુ પામનાર મહિલાની ઓરડીનો દરવાજો સવારથી જ ખુલ્લો હતો અને તેનો પતિ હાજર નહોતો. લોકોએ તપાસ કરતા મહિલા શારદાદેવીનો મૃતદેહ જોવા મળતા પોલીસને જાણ કરાઈ હતી. દરમિયાન પોલીસ આવતા જ મહિલાનો પતિ અચાનક આવી ગયો હતો અને બોલ્યો હતો કે મેરી બીવી કો કિસને માર ડાલા. બાદમાં તે રડવા લાગ્યો હતો. મહિલાનો ભાઈ પણ પહોંચી જતા પોલીસે બંનેની પૂછપરછ કરી હતી. મહિલાના મોત સાચુ કારણ ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે તેવું પોલીસે જણાવ્યું હતું

 71 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર