September 26, 2022
September 26, 2022

રિલીઝ પહેલાં જ કંગના અને રાજકુમારની ‘જજમેંટલ હૈ ક્યા’નું ટ્રેલર બન્યું બ્લોકબસ્ટર

કંગના રનૌત અને રાજકુમાર રાવની મચ અવેટેડ ફિલ્મ ‘જજમેંટલ હૈ ક્યા’નું ટ્રેલર આઉટ થઇ ગયું છે. ફિલ્મના ટ્રેલરને જોઇને લાગી રહ્યું છે કે આ મર્ડર મિસ્ટ્રી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. રિલીખ થતાં જ ફિલ્મના ટ્રેલરને યૂટ્યૂબ પર નંબર વન ટ્રેંડિંગ લિસ્ટ પર કબજો જમાવી દીધો છે. તમને જણાવી દઇએ કે કંગના અને રાજકુમાર રાવની આ ફિલ્મ સાઇકોલોજિકલ થ્રિલર છે.

તમને જણાવી દઇએ કે ફિલ્મની કહાની એક મર્ડર મિસ્ટ્રી છે. જેમાં કંગના અને રાજકુમાર પ્રાઇમ સ્પસ્પેક્ટ છે. તો બીજી તરફ સતીશ કૌશિક ફિલ્મમાં એક પોલીસ ઓફિસરના રોલમાં કંગના અને રાજકુમારના કેસને ઉકેલતાં જોવા મળશે. ક્વીન બાદ આ રાજકુમાર અને કંગનાની એકસાથે બીજી ફિલ્મ હશે. ફિલ્મને લઇને ફેન્સની આતુરતા 26 જુલાઇ 2019ના રોજ પુરી થઇ જશે.

ફિલ્મને ટોલીવુડના ફેમસ ડાયરેક્ટર પ્રકાશ કોવેલામુદીઈ ડાયરેક્ટ કરી છે. તેને ‘સાઇઝ ઝીરો’ જેવી ફિલ્મ બનાવવા માટે નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. ફિલ્મની ટીમે પોતાના સોશિયમ મીડિયા એકાઉન્ટ પર ટ્રેલરને શેર કર્યું છે.

આ પહેલા સોશિયલ મીડિયા પર પણ વિરોધ થયો હતો. લોકોનું કહેવું છે કે આ ફિલ્મનું ટાઈટલ એ લોકોને પીડા પહોંચાડશે જે માનસિક બીમારીઓથી પીડિત છે. ભારતીય મનોરોગ સોસાયટીએ પણ આપત્તિ ઉઠાવી હતી. સેન્સર બોર્ડે પણ છ કલાક લાંબી બેઠક બાદ ફિલ્મને કટ વગર પાસ કરી દીધું.

ફિલ્મને યૂ/એ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. બસ ફિલ્મના ટાઈટલ પર વાત અટકેલી હતી. તેના પર વિચાર વિમર્શ ચાલી રહ્યો હતો. એટલે જ અંતમાં ટાઈટલ બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બાલાજી ટેલિફિલ્મ્સે આ વાતની પુષ્ટિ કરી છે કે ફિલ્મનું ટાઈટલ બદલીને જજમેંટલ હૈ ક્યા કરી નાખવામાં આવ્યું છે.

 34 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી