રાજનાથે કહ્યું- આગળ શુ થશે તે સ્થિતિ નક્કી કરશે…

રક્ષામંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું કે, ‘નો ફર્સ્ટ યુઝ’ આજ સુધી અમારી ન્યૂક્લિયર પોલિસી રહી છે. ભવિષ્યમાં શું થશે તે આગામી પરિસ્થિતિ પર નિર્ભર રહેશે. સિંહે પોખરણમાં દેશના બીજા પરમાણુ બોમ્બ પરિક્ષણ સ્થળ પર પહોંચીને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રથમ પુણ્ય તિથી પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન વાજપેયીજીના કારણે આપણો દેશ આજે પરમાણુ શક્તિથી સંપન્ન છે.

જૈસલમેર આવેલા રાજનાથ સિંહ અચાનક પોખરણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, વાજપેયીજીની હિંમત હતી કે તેમણે આંતરરાષ્ટ્રીય દબાણોને દૂર કરીને આ પરિક્ષણ કરવાની તૈયારી દાખવી હતી. આ સંજોગોમાં આજે મારુ જૈસલમેર આવવું સાર્થક થયું છે. પોખરણ પહોંચીને વાજપેયીજીને યાદ કરવા કરતાં સારો વિકલ્પ બીજો કોઈ ન હોઈ શકે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી