ચોકીદાર જાગૃત હોવાથી માલ્યા, મોદીને ભાગવું પડ્યું: રાજનાથ

કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે એક રેલીમાં વિજય માલ્યા, નિરવ મોદી, મેહુલ ચોક્સી જેવા ભાગેડુ બિઝનેસમેનોનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.

રાજનાથે કહ્યું કે, જ્યાં સુધી દેશમાં કોંગ્રેસનું શાસન હતું ત્યાં સુધી નિરવ મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોક્સી ભારત છોડીને ના ભાગ્યા. પણ જ્યારે તેઓ સત્તામાંથી બહાર થયા અને નવો ‘ચોકીદાર’ આવ્યો, એક ચૌકન્નો ચૌકીદાર તો ભારત છોડીને બીજા દેશોમાં ભાગી ગયા.

વધુમાં રાજનાથે મોદી સરકારની સરાહના કરતા કહ્યું કે, મોદી સરકારના કારણે દેશ સતત વિકાસના માર્ગે છે. તેમણે કહ્યું, દેશ કોઇ એક ક્ષેત્ર નહીં પરંતું દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે.

 97 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી