IAF Helicopter Crash : દેશને ક્યારેય ન પુરાય એવી ખોટ પડી – લોકસભામાં રાજનાથ સિંહનું નિવેદન

હેલિકોપ્ટર દુર્ઘટનાની ત્રણ સ્તરીય તપાસના આદેશ આપ્યા : રાજનાથ સિંહ

તમિલનાડુના નિલગિરી જિલ્લાના કુન્નુર વિસ્તારમાં બુધવારે ભારતીય વાયુસેનાનું એમઆઈ-17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, આ મુદ્દે આજે રક્ષામંત્રી રાજનાથસિંઘ દ્વારા લોકસભામાં નિવેદન આપવામાં આવ્યું હતું.

ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 લોકો તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યા. આ દુર્ઘટનામાં ફક્ત ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનો જ બચાવ થયો છે જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ અને રક્ષા સૂત્રોના જણાવ્યાં મુજબ જનરલ બિપિન રાવત અને તેમના પત્નીના પાર્થિવ શરીરને ગુરુવારે સવારે કોઈમ્બતુરથી હવાઈ માર્ગે દિલ્હી લાવવામાં આવશે. આ બાજુ રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે સંસદમાં આ હેલિકોપ્ટર દુર્ઘટના પર નિવેદન આપ્યું. 

રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે બુધવારે 12.08 વાગે હેલિકોપ્ટર સાથે સંપર્ક તૂટી ગયો, જેમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની સહિત 14 લોકો સવાર હતા.’  તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાએ સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનાની ત્રણ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. તપાસનું નેતૃત્વ એર માર્શલ માનવેન્દ્ર સિંહ કરશે. કાલે જ તપાસ ટીમ વેલિંગ્ટન પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે. 

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી