September 19, 2020
September 19, 2020

મોસ્કોમાં રાજનાથસિંહે ચીનના રક્ષામંત્રી સાથે કરી મુલાકાત, આ વાત પર થઇ ચર્ચા

બેઠકમાં બંને નેતાઓ વચ્ચે પુર્વ લદ્દાખમાં સરહદ પર તંગદીલી ઘટાડવાને મુદ્દે વાતચીત થઇ હતી

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને ચીનના સંરક્ષણ મંત્રી વેઇ ફેન્ઘી વચ્ચે રશિયાની રાજધાની મોસ્કોમાં શુક્રવારે મુલાકાત થઇ હતી. બેઠકમાં બંને નેતાઓ વચ્ચે પુર્વ લદ્દાખમાં સરહદ પર તંગદીલી ઘટાડવાને મુદ્દે વાતચીત થઇ હતી. ચીનના સંરક્ષણમંત્રીએ આ બેઠક માટે અનુરોધ કર્યો હતો. બેઠક અંદાજે બે કલાક 20 મિનિટ સુધી ચાલી હતી.

આ બેઠક પહેલાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે મોસ્કોમાં શાંઘાઇ સહયોગ સંગઠન, સામુહિક સુરક્ષા સંધિ સંગઠન તેમ જ કોમનવેલ્થ ઓફ ઇન્ડિપેન્ડન્ડ સ્ટેટના સંરક્ષણ મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું હતું. સંરક્ષણમંજ્ઞીએ જણાવ્યું હતું કે ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પારસ્પરિક વિશ્વાસ , સહયોગ, બિનઆક્રમકતા અને આંતરરાષ્ટ્રીય સન્માન અને આદર ખુબ જરૂરી છે.

સંરક્ષણમંત્રીએ જણાવ્યું કે આપણે આતંકવાદ, કેફી દ્રવ્યોની દાણચોરી જેવા ખતરાનો સામનો કરવા સંસ્થાગત અને બિનસંસ્થાગત ક્ષમતા વિકસાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે ભારત આતંકવાદના તમામ રૂપો અને તેના સમર્થકોની નિંદા કરે છે. સંરક્ષણમંત્રીએ અખાતી પ્રદેશની સ્થિતી મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

સંરક્ષણમંત્રીએ પોતાના સંબોધનમાં અફઘાનિસ્તાનમાં રહેલી સુરક્ષા સ્થિતી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે શાંતિ માટે પ્રયાસશીલ અફઘાન સરકારનું સમર્થન કરવાનું ભારત ચાલુ રાખશે.

 57 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર