મોદી 24 કેરેટ સોના સમાન શુદ્ધ – અણીશુદ્ધ – પરિશુદ્ધ : રાજનાથ

‘મોદીમાં મહાત્મા ગાંધી જેવી સમાજને ઓળખવાની જ્ઞાનશક્તિ છે..’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 કેરેટના સોના સમાન સુદ્ધ અણી સુદ્ધ અને પરિશુદ્ધ છે એમ વખાણ કર્યા બાદ હવે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંઘે વડાપ્રધાનની તુલના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે કરી છે.

રાજનાથ સિંહે કહ્યું મહાત્મા ગાંધીજી બાદ મોદીજી જ એક માત્ર એવા નેતા છે જેમે ભારતીય સમાજ અને તેમના મનોવિજ્ઞાન પર પકડ છે. પીએમ નરેન્દ્ર મોદીને 24 કેરેટ સોનું ગણાવતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું કે મહાત્મા ગાંધી બાદ મોદી એક માત્ર નેતા છે જેમણે ભારતીય સમાજ અને તેમના મનોવિજ્ઞાનની ઉંડી સમજ છે. એક થિંક ટેંક રામભાઉ મ્હાલગી પ્રબોધિની દ્વારા આયોજિત લોકતંત્રને વિપરિત કરવા સરકારના પ્રમુખના રુપમાં નરેન્દ્ર મોદીએ બે દશકાની સમીક્ષા પર રાષ્ટ્રીય સંમેલનના સમાપન સત્રને સંબોધિત કરતા રક્ષા મંત્રીએ આ વાત કહી છે.

રાજનાથે કહ્યું ભારતના રાજનીતિક ઈતિહાસમાં ભારતના સમાજ અને તેમના મનોવિજ્ઞાની જેટલી સમજ મોદીજીમાં છે તે અતુલનીય છે. મહાત્મા ગાંધીજી બાદ મોદીજી જ એક માત્ર એવા નેતા છે જેમે ભારતીય સમાજ અને તેમના મનોવિજ્ઞાન પર પકડ છે. આ તેમના પાક્કા અને બહોળા વ્યક્તિગત અનુભવોના કારણે છે.

તેમણે કહ્યું મારું માનવું છે કે મોદીજીને એક વ્યક્તિની જગ્યાએ એક વિચાર, દર્શન તરીકે વધારે જોવા જોઈએ. કેમ ક દર સદીમાં કેટલાક લોકો પોતાના દ્રઢ સંકલ્પ અને દ્રઢ વિચારોની સાથે સમાજને બદલવા માટે તે પ્રાકૃતિક શક્તિ સાથે પૈદા થાય છે. તેમણે કહ્યું કે સરકારના પ્રમુખના રુપમાં ગત 2 દશકોમાં મોદીના રાજનીતિક પ્રવાસ પ્રભાવી નેતૃત્વ અને કુશળ શાસન પર પ્રબંધન સ્કૂલોમાં કેસ સ્ટડી થવી જોઈએ.

રાજનાથ સિંહે કહ્યું એક સાચા નેતાની ઓળખ તેના ઈરાદા અને ઈમાનદારીથી થાય છે. બન્ને મામલામાં મોદીજી 24 કેરેટ સોના સમાન છે. 20 વર્ષ સુધી સરકારના મુખિયા રહેવા છતા તેમના પર ભ્રષ્ટાચારનો એક પણ દાગ નથી.

તેમણે કહ્યું કે મોદીના ભારતીય રાજનીતિમાં વિશ્વસનીયતાના સંકટને દૂર કરી દીધો છે. તેમણે કહ્યું કે એવું મનાતુ હતું કે જો તમે વ્યવસાય અને ઉદ્યોગની સાથે ઉભા છીએ. તો તમારી સામાજિક પ્રતિબધ્ધતા નબળી છે. મોદીજીએ આ ભ્રાંતિઓને પડકારી છે. તેમણે રાષ્ટ્ર નિર્માણમાં ઉદ્યોગ અને ઉદ્યમિયોની ભૂમિકાને ઓળખવી અને તેનું સન્માન કર્યુ તથા તેમનું સમર્થન અને પ્રચાર કર્યો.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી