રાજનાથસિંહે સંસદમાં હંગામાને દુ:ખદ ગણાવ્યો, કહ્યું – સંસદીય મર્યાદાનું ઉલ્લંઘન થયું

 સંસદીય ઈતિહાસમાં ક્યારેય આવી ઘટના ન તો લોકસભા અને ન તો રાજ્યસભામાં થઈ 

રાજ્યસભામાં કૃષિ બિલ પાસ કરાવતા દરમિયાન થયેલા હોબાળા બાદ સાંજે રાજનાથ સિંહ સહિત છ મંત્રીઓએ વિપક્ષ સામે નિશાન સાધ્યું હતું. ઉપસભાપતિ સાથે તથેલા વર્તન સામે સરકારે નારાજગી વ્યક્ત કરી હતી.

રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે, બંન્ને બિલ ઐતિહાસિક છે. માત્ર ભ્રામક તથ્યોના આધાર પર કિસાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બિલથી કિસાનોની આવક વધશે. કિસાનોની આવક બમણી કરતા તરફ આ મોટુ પગલું છે. 

રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનનો અનાદર કરવાના મુદ્દા પર રાજનાથ સિંહે કહ્યુ કે, આ ઘટના ખોટી હતી. આમ કરવાની જરૂર નહતી. આ દુખદ હતુ. સંસદીય મર્યાદાનું ઉલ્લંઘન થયું. ડેપ્યુટી ચેરમેનની સાથે કરવામાં આવેલ આચરણ ખોટુ હતું. આસન પર ચઢવુ, રૂલ બુકને ફાડવી આ દુખદ હતું. મારી જાણકારીમાં સંસદીય ઈતિહાસ ક્યારેય આવી ઘટના ન તો લોકસભા અને ન તો રાજ્યસભામાં થઈ છે. જે પણ થયું, તે સંસદની ગરિમા અનુસાર થયું નથી. કેટલાક સાંસદો દ્વારા ડેપ્યુટી ચેરમેનની સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું તે નિંદા કરવા યોગ્ય છે. 

રાજ્યસભામાં કૃષિ બિલની ચર્ચાના અંતે મતદાન સમયે કેટલાક સાંસદોએ હોબાળો મચાવવાની સાથે વેલમાં ઘસી આવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. વેલમાં ધસી આવેલા સાંસદોએ બીલની કોપી ફાડીને ગૃહમાં ઉછાળી હતી. કેટલાક સાંસદોએ માઈક તોડી ફેંકયા હતા. રાજ્યસભામાં હોબાળા સાથે ગૃહની ગરીમાનો ભંગ કરનારા સાંસદો સામે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ વૈકયા નાયડૂ પગલા ભરી શકે છે. તુણમુલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયન, કોંગ્રેસના સાંસદ રિપૂન બોરા, આપના સાંસદ સંજયસિંહ અને ડીએમકેના સાંસદ તિરુચિ શિવાને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશના ટેબલનું માઈક ખેંચતા દેખાયા હતા. આ સાંસદોએ રાજ્યસભામાં વેલમાં ધસી આવીને સૂત્રોચ્ચારો કર્યા હતા તો કૃષિ બિલની કોપી પણ ફાડીને તેના ટુકડાઓ ઉડાડ્યા હતા. ટીએમસી સાંસદે તો બુક ઉપાધ્યક્ષ ઉપર ફેંકી હતી અને એક તબક્કે ગૃહના સંચાલન માટે સ્થગિત કરવું પડ્યું હતું.

 47 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર