રાજ્યસભામાં રાજનાથ સિંહનું એલાન – ચીન પોતાની સેના ખસેડી લેશે

રાજનાથે કહ્યું – પેંગોગ લેક-ફિંગર 8થી પાછળ જશે ચીની સેના

રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે રાજ્યસભામાં પૂર્વ લદાખમાં વર્તમાન પરિસ્થિતિ પર નિવેદન આપ્યું. તેમણે જાણકારી આપી કે ભારત અને ચીન વચ્ચે ડિસઈન્ગેજમેન્ટ પર સહમતિ બની ગઈ છે. પેન્ગોંગ લેકના ઉત્તર અને દક્ષિણ તટ પર બંને સેનાઓ ફોરવર્ડ સૈનિકોને પાછળ કરશે. ચીન જ્યાં ઉત્તર તટ પર ફિંગર 8ના પૂર્વમાં જશે જ્યારે ભારતીય ફિંગર 3ની પાસે સ્થિત મેજર ધાનસિંહ થાપા પોસ્ટ પર રહેશે. સિંહે કહ્યું કે પેન્ગોંગ ઝીલમાં ડિસઈન્ગેજમેન્ટ પૂરું થયા બાદ બંને સેનાઓ વચ્ચે ફરીથી વાત થશે. 

રાજ્યસભામાં રાજનાથ સિંહે કડક શબ્દોમાં કહ્યું કે, ચીને ભારતની જમીન પર કબ્જો કરી રાખ્યો છે, અમે અમારી એક ઇંચ જમીન પણ નહીં આપીએ.

રાજનાથ સિંહે કહ્યું કે, ‘અમે નિયંત્રણ રેખા પર શાંતિપૂર્ણ સ્થિતિ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. ભારતે હંમેશા દ્વિપક્ષીય સંબંધોને જાળવી રાખવા પર ભાર મુક્યો છે. સરહદ પર વિવાદને કારણે ભારત-ચીન સંબંધમાં ફેર પડ્યો છે. આપણા જવાનોએ સાબિત કર્યું છે કે તે દેશની સંપ્રુભતાના રક્ષા માટે કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. ચીનની સાથે અમારી નિરંતર વાતચાતથી પૈંગોંગ તળાવના ઉત્તર અને દક્ષિમ ભાગ પર સમજૂતી થઈ છે. આ સમજૂતી બાદ, ભારત-ચીન તબક્કાવાર સમન્વિત રીતે જવાનોને ત્યાંથી ખસેડી લેશે.’

સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ‘પૂર્વ લદ્દાખમાં LACની પાસે અનેક વિસ્તાર બન્યા છે. ચીને એલએસી અને નજીકના વિસ્તારમાં પોતાના તરફથી ભારે જવાનો અને હથિયાર અને ગોળા બારૂદ જમા કર્યો છે. આપણા જવાનોએ પણ પ્રભાવી રીતે તેની સામે ઉભા રહ્યા છે.

 52 ,  1