લદાખમાં રાજનાથે પાકિસ્તાન અને ચીન પર તાક્યું નિશાન : કહ્યું – મુહતોડ જવાબ મળશે

રાજનાથ સિંહનો પાકિસ્તાન- ચીનને કડક સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક બાદ પાકિસ્તાન તેમજ આતંકીઓ બોખલાઇ ગયા છે. પાકિસ્તાનના ઇશારે આતંકીઓ સતત સેનાના જવાનોને નિશાને લઇ હુમલા કરી રહ્યા છે. તો બીજી તરફ ટ્વીટર દ્વારા જમ્મુ-કાશ્મીર તેમજ લદાખને અલગ દર્શાવતા મામલો ગરમાયો છે. ત્યારે લદાખમાં રક્ષામંત્રી રાજનાથે પાકિસ્તાન તેમજ ચીનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે.઼

રક્ષામંત્રી રાજનાથ સિંહ હાલ લદાખ પ્રવાસે છે અને આ દરમિયાન તેમણે પાકિસ્તાનનું નામ લીધા વગર કડક સંદેશ આપ્યો. રાજનાથ સિંહે કહ્યું કે ‘ભારત શાંતિનો પૂજારી છે. પરંતુ શસ્ત્ર પણ ધારણ કરે છે. કોઈ દેશની એક ઈંચ જમીન પણ કબ્જાવી નથી. પરંતુ જ્યારે જ્યારે કોઈએ આંખ ઉઠાવી તો અમે જડબાતોડ જવાબ આપ્યો છે. અમે ક્યારેય આંખ ઉચી કરી નથી અને કોઈની આંખ ઉચી કરવી અમે સહન પણ કરતા નથી.’

તેમણે વધુમાં કહ્યું કે પાડોશીઓને કહું છું કે શું બેસીને સમાધાન ન નીકળી શકે. જો કોઈ આક્રમક વલણ અપનાવશે તો ભારતના સૈનિકો પણ જવાબ આપશે. હું તમારી તૈયારીઓથી સંતુષ્ટ છું. 

નોધનિય છે કે, પીએમ મોદીએ 24મીએ જમ્મુ અને કાશ્મીરના નેતાઓ સાથે બેઠક કરી હતી. આતંકીઓએ આ બેઠક અગાઉ 23 જૂનના રોજ CID ઈન્સ્પેક્ટર ડારની હત્યા કરી. બેઠક બાદ તો પાકિસ્તાન તરફથી હુમલા વધી ગયા અને 26 જૂનના રોજ CRPF ના કાફલા પર ફાયરિંગ કર્યું. ત્યારબાદ 27મીએ જમ્મુમાં એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો. જેમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. અને હવે અવંતીપુરામાં પૂર્વ SPO ની હત્યા કરી નાખી. એટલે કે બેઠકના આગલા દિવસથી જ પાકિસ્તાન અને આંતકીઓ એટલા સક્રિય થઈ ગયા કે તેઓ એક પછી એક પોતાના આધુનિક હથિયારોથી ભારતને નિશાન બનાવી રહ્યા છે. 

 46 ,  1