રાજનાથની પાકિસ્તાન-ચીનને ચેતવણી – છંછેડશે તેને છોડીશું નહીં…

રાજનાથ સિંહે કહ્યુ- ચીન સાથેનો વિવાદ ઉકેલાયો નથી, યથાસ્થિતિ બરકરાર

પૂર્વ લદાખમાં ચીનની સાથે ચાલી રહેલી સરહદ વિવાદની વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહએ બુધવારે મોટું નિેવેદન આપ્યું છે. રાજનાથ સિંહનું કહેવું છે કે ચીનની સાથે લદાખ સરહદ પર ચાલી રહેલા વિવાદનો હજુ કોઈ યોગ્ય ઉકેલ નથી નીકળ્યો. LAC પર યથાસ્થિતિ બનેલી છે. રક્ષા મંત્રીએ કહ્યું કે, ચીનની સાથે વાતચીતનો દોર ચાલુ છે, ટૂંક સમયમાં સૈન્ય સ્તરની વધુ એક મંત્રણા થવાની છે. જોકે, હજુ સુધી જે પણ ચર્ચા થઈ છે તેનું કોઈ પરિણામ નથી નીકળ્યું, હજુ યથાસ્થિતિ બનેલી છે પરંતુ તે પણ યોગ્ય નથી.

રાજનાથે પાકિસ્તાન અને ચીનને ચેતવણી આપતા કહ્યું સેના સરહદ પર જઈને કાર્યવાહી કરવા માટે તૈયાર છે. સરહદ પર પાકિસ્તાન અને ચીનની મિલિભગતના સવાલ પર તેમણે કહ્યું કે, ‘અમે તમામ દેશો સાથે શાંતિપૂર્ણ સંબંધો જાળવી રાખવા ઈચ્છીએ છીએ. આ સાથે તેમણે કહ્યું કે જે અમને છંછેડશે તેને અમે છોડીશું નહી.’

રાજનાથ સિંહે કહ્યું કે ‘ચીને એલએસી પર પોતાની બાજુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે. આપણે પણ કરી રહ્યા છીએ. પરંતુ તે કોઈ દેશ વિરુદ્ધ નથી.’ આ સાથે જ તેમણે કહ્યું કે ‘પાકિસ્તાન જ્યારથી અસ્તિત્વમાં આવ્યું છે, ત્યારથી નાપાક હરકત કરતું રહ્યું છે. આપણે પાકિસ્તાનને સરહદની સાથે સાથે સરહદ પાર જઈને પણ જડબાતોડ જવાબ આપ્યો છે.’

રાજનાથ સિંહે કહ્યું કે, ‘એલએસી પર ગતિરોધનો ઉકેલ લાવવા માટે ચીન સાથે કૂટનીતિક અને સૈન્ય સ્તરની વાર્તાથી કોઈ ‘સાર્થક સમાધાન’ નીકળ્યું નથી. હજુ પણ સ્થિતિ યથાવત છે. તેમણે કહ્યું કે, ‘એ સાચુ છે કે ભારત અને ચીન વચ્ચે ગતિરોધ ઓછો કરવા માટે સૈન્ય અને રાજનીતિક સ્તરે વાતચીત ચાલુ છે. પરંતુ હજુ તેમા સફળતા મળી નથી. જો યથાસ્થિતિ બની રહે તો તે સ્વાભાવિક છે કે તૈનાતીને ઓછી કરી શકાય નહી. આપણી તૈનાતીમાં કોઈ કમીન નહી થાય અને મને લાગે છે કે તેમની તૈનાતીમાં પણ કોઈ કમી નહીં આવે.’

તેમણે વધુમાં કહ્યું કે ગલવાન બાદ આપણી સેનાના જવાનોનો જુસ્સો બુલંદ હતો, અને આજે પણ છે. જે શૌર્ય, પરાક્રમ અને સંયનો પરિચય આપણી સેનાએ આપ્યા છે તેના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. બંને દેશો વચ્ચે વાર્તા ચાલુ છે. આથી હું વધુ કહી શકું નહીં. પરંતુ એ દાવા સાથે કહી શકું કે આપણી સેનાએ નતમસ્તક થવા દીધા નથી. 

 39 ,  1