રાજનાથનો હુંકાર : હવે જે પણ વાતચીત થશે તે માત્ર POK પર થશે

આર્ટિકલ 370 હટાવાયા બાદ પાકિસ્તાન બોખલાયેલું છે. ત્યાંના પ્રધાનમંત્રી અને નેતાઓ ગમેતેવા નિવેદનો આપી રહ્યા છે. કાશ્મીર મુદ્દે ભારત ક્યારે પાકિસ્તાન સાથે વાત કરશે, તેવા પણ સવાલો પાકિસ્તાનથી આવી રહ્યા છે, ત્યારે દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે આ અંગે નિવેદન આપીને પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી છે. રાજનાથ સિંહે સ્પષ્ટ કરી દીધું છે કે, જો હવે પાકિસ્તાન સાથે વાતચીત થઇ તો તે PoK વિશે હશે.

એટલે રાજનાથ સિંહે સ્પષ્ટ કરી દીધું છે કે, જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે ભારત કોઇ વાત કરવાનું નથી. થોડા દિવસ પહેલા રાજનાથ સિંહ દેશની પરમાણુ નીતિમાં ભવિષ્યમાં પરિવર્તન કરવાનો સંકેત આપ્યો હતો. રાજનાથ સિંહે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 એટલે હટાવવામાં આવ્યો છે, જેથી ત્યાં વિકાસ થઇ શકે. પાકિસ્તાન સાથે વાત ત્યારે જ થશે જ્યારે તે આતંકવાદની મદદ કરવાનું બંધ કરશે.

 41 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી