જેલમાંથી બહાર આવતા રાજપાલ થયા ભાવૂક, કહ્યું, લોકોએ વિશ્વાસઘાત કર્યો

બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવ દેવુ નહી ભરપાઇ કરવાના મામલે જેલની સજા ભોગવી મુક્ત થયા છે. જેલની સજા કાપ્યા પછી રાજપાલ યાદવે ખુલીને વાતચીત કરી હતી. રાજપાલે કહ્યુ કે તેણે એવા લોકોનો ભરોસો કર્યો જેમણે તેમનો દુરપયોગ કર્યો.

હવે ધીરે ધીરે રાજપાલ મુશ્કેલીઓમાંથી બહાર આવી રહ્યો છે અને ફિલ્મોમાં પરત ફરવા અને શૂટિંગ કરવા ખુબજ ઉત્સાહિત છે. રાજપાલે કહ્યુ, મને લાગે છે કે કાયદો બધાના માટે સમાન છે અને દેશના કાયદાથી કોઈ બચી નહિ શકે. એટલા માટે મે અદાલતના આદેશનું પાલન કર્યુ.

રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્લી હાઈકોર્ટે નવેમ્બરમાં ત્રણ મહિના માટે જેલની સજા આપી હતી. આ કેસ 2010માં રાજપાલ યાદવની પાંચ કરોડની લોન લેવા સાથે સંકળાયેલો છે. રાજપાલ ટૂંક સમયમાં ટાઈમ ટુ ડાન્સ ફિલ્મના શૂટીંગને શરૂ કરશે. ફિલ્મનું શૂટિંગ વિદેશમાં થયુ છે અને તેના કેટલાક ભાગનું શૂટિંગ બાકી છે. આ સિવાય ‘જાકો રાખે સાઈયા’ નામની પણ ફિલ્મમાં કામ ચાલી રહ્યું છે.

 100 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી