નર્મદા જિલ્લાની સંજીવની ગણાતી એક માત્ર સિવિલ હોસ્પિટલના એસ.એમ.સી.યુમાં આજે આગ લાગી હતી. આ સમયે 7 નવજાત બાળકો સારવાર હેઠળ હતા. જોકે નર્સ કર્મચારીઓની સમય સૂચકતાને કારણે 7 નવજાત બાળકોની જિંદગીઓ બચી ગઇ હતી.
જો કે, આગે વધુ ઉગ્રરૂપ ધારણ કરી લેતા સમગ્ર એસ.એમ.સી.યુ વોર્ડ અને તેમાંનાં સાધનો બળીને ખાખ થઇ ગયા હતાં. જો કે, નર્સની સતર્કતાને કારણે 7 નવજાત બાળકોનાં જીવ બચ્યાં હતાં. બાદમાં રાજપીપલા નગરપાલિકા ફાયર ફાઈરો આવ્યા, આરોગ્ય વિભાગની ટિમો અને વીજ કંપનીની ટીમો પણ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, નર્સ દ્વારા કરવામાં આવી કામગીરીના સૌએ વખાણ કર્યા હતા.
34 , 1