વડોદરાના ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટને જેલમાં ધકેલાયો

ફરાર અશોક જૈનને ઝડપી પાડવા પોલીસના રાજસ્થાન – યુપીમાં ધામા

વડોદરાના ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટને જેલમાં ધકેલાયો છે. રાજુ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતા ક્રાઈમ બ્રાન્ચે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો.. જ્યાં ક્રાઈમ બ્રાન્ચે વધુ રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે,પીડિતાના ફ્લેટમાં જઇ બળાત્કાર ગુજારનાર રાજુ ભટ્ટની જૂનાગઢ ખાતેથી ધરપકડ કરાયા બાદ પોલીસે તેની પાસે  બનાવના સ્થળોનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

વડોદરા શહેરના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈન હજુ પણ ફરાર છે. તેને શોધવા પોલીસે એડીચોટીનું જોર લગાવી દીધુ છે પણ હજુ સુધી તે હાથમાં આવ્યો નથી.અશોક જૈનને ઝડપી પાડવા પોલીસની 2 ટીમોએ રાજસ્થાન અને યુપીમાં ધામા નાખ્યા છે.

એકતરફ અશોક જૈનની આગોતરા જામીન અરજીની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે..જ્યારે બીજીતરફ પોલીસ અશોક જૈનની શોધખોળ કરી રહી છે. પોલીસે તેના આશ્રય સ્થાનોની માહિતી મેળવતા, તે રાજસ્થાન અથવા ઉત્તરપ્રદેશમાં હોવાનું જાણવા મળ્યું હતું.

પીડિતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની કબૂલાત

આરોપી રાજુ ભટ્ટે પીડિતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હોય તેવુ આખરે સ્વીકાર્યુ હતું. જોકે, પોલીસ પૂછપરછમાં રાજુ ભટ્ટ ભાંગી પડ્યો હતો, અને તેણે પીડિતા સાથે બે વાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હોવાનું કબૂલ્યુ હતું. પોલીસે જ્યારે રાજુ ભટ્ટને પીડિતા સાથેના વાયરલ ફોટો બતાવ્યા ત્યારે તે ભાંગી પડ્યો હતો.

રાજુ ભટ્ટે પીડિતાને ટીવી માર્યુ હતું 

પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે રાજુ ભટ્ટે ટીવી ઉંચું કરી તેને માર્યું હતું. જેથી તેને જમણા પગમાં વાગ્યું હતું. ત્યારબાદ રાજુ ભટ્ટે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પોલીસે તપાસ દરમિયાન આ ટીવી તુટેલી હાલતમાં કબજે કર્યું હતું. સ્થળ પરથી પોલીસને તુટેલી હાલતમાં ટીપોય મળી હતી. રાજુ ભટ્ટે પીડિતાને મનાવવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ તે માની હતી અને પોલીસ સ્ટેશન પહોંચી હતી. પરંતુ આખરે પીડિતાની ફરિયાદમાં તેનો ભેદ ખૂલ્યો હતો. 

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી