રાજ્યસભાની ચૂંટણી – ભાજપના બન્ને ઉમેદવારો વિજેતા જાહેર

કોંગ્રેસે ઉમેદવારો ઉભા નહીં રાખતા બિનહરીફ જીત્યા

રાજ્યસભામાં ખાલી પડેલી ગુજરાતની બે બેઠકો માટેની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારો ઉભા નહીં રાખતા ભાજપના બે ઉમેદવારો રામભાઇ મોકરિયા અને દિનેશ પ્રજાપ્રતિ આજે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસના સિનિયર મોસ્ટ સાંસદ અહમેદ પટેલ અને ભાજપના સાંસદ અભય ભારદ્વાજના નિધનને પગલે રાજ્યસભાની આ બે બેઠકો ખાલી પડેલી હતી. જેમાં કોંગ્રેસે ચૂંટણીનો બહિષ્કાર કરીને ઉમેદવારી નહીં કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જીતી ગયા હતા. સોમવારે તેમણે વિજેતાનું પ્રમાણપત્ર આપવામાં આવશે અને વિરામ બાદ રાજ્યસભાનું બજેટ સત્ર શરૂ થાય ત્યારે તેમાં હાજરી આપશે.

 22 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર