રાજ્યમાં 1 માર્ચે યોજાશે રાજ્યસભાની ચૂંટણી, અહેમદ પટેલ-અભય ભારદ્વાજના નિધનથી બેઠક ખાલી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યાં હવે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવીને ઉભી રહી છે. ગુજરાતમાં આગામી 1 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ગુજરાત રાજ્યસભાની બંને બેઠકની એકસાથે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધન બાદ બંને બેઠકો ખાલી પડી હતી. જેની જાહેરાત કરાઈ છે. 

પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે.રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું 11 ફેબ્રુઆરીએ જાહેર થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી છે. 19 ફેબ્રુઆરીએ ઉમેદવારોએ ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણીની મતગણતરી પહેલી માર્ચે સાંજે પાંચ વાગે યોજાશે.

રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક

રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠક છે, આ પૈકીની સૌથી વધુ 7 બેઠક હાલ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં છે, જ્યારે બાકીની બેઠકો હાલમાં કૉંગ્રેસ પાસે છે. ભાજપમાંથી પરસોતમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, અભય ભારદ્વાજ, રમીલા બારા, ડૉ.એસ.જયશંકર અને જુગલજી ઠાકોર સાંસદ છે. કૉંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞિક, નારણસિંહ રાઠવા સાંસદ છે અને અહેમદ પટેલ સાંસદ હતા, જેમાંથી ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલના નિધન બાદ બંને બેઠક પર ફરી રાજ્યસભાની ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે.

બંને બેઠકો ભાજપને ફાળે જાય તેવી શક્યતા

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બંને બેઠકો માટે પેટા ચૂંટણી જાહેર કરાઈ છે. 1 માર્ચે બંને બેઠકોની પેટા ચૂંટણી યોજાશે. અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી બંને બેઠકો ખાલી પડી છે. બંને બેઠકોની ચૂંટણી અલગ થશે, એક જ દિવસે મતદાન થશે. પરંતુ બે અલગ નોટિફિકેશનથી પેટાચૂંટણી યોજાશે. બંને બેઠકો અલગ અલગ દિવસે ખાલી પડી હોવાથી અલગ અલગ ચૂંટણી યોજાશે. અલગ અલગ ચૂંટણી યોજાતા બંને બેઠકો ભાજપના ફાળે જશે તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રાજ્યસભાની ખાલી પડેલી બેઠકોની ચૂંટણી અલગ-અલગ જાહેરનામાથી કરવામાં આવશે. અલગ-અલગ નોટિફિકેશન પ્રગટ કરવામાં આવે એટલે ભાજપની બંને બેઠકો પરનો કબજો થશે. 

 75 ,  1