September 22, 2020
September 22, 2020

રાજ્યસભા સાંસદ અમર સિંહનું નિધન, સિંગાપુરમાં લીધા અંતિમ શ્વાસ

સમાજવાદી પાર્ટીના કદાવર નેતા રહી ચૂકેલા અમર સિંહ છેલ્લા 6 મહિનાથી સિંગાપુરમાં ચાલી રહી હતી સારવાર

સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા રાજ્ય સભાના સાંસદ અમર સિંહનું નિધન થયું છે. અમર સિંહ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. સિંઘાપુરમાં તેમની સારવાર ચાલી રહી હતી. અમરસિંહને કીડનીની બિમારી હતી અને 2013માં તેમણે કિડની પ્રત્યાર્પણનું ઓપરેશન કરાવ્યું પરંતુ ત્યારબાદ તેઓએ સતત સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમર સિંહના છેલ્લા 6 મહિનાથી સિંગાપુરમાં એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

ઉત્તર પ્રદેશથી રાજકીય પ્રવાસ શરૂ કરનાર અમરસિંહને એક સમયે મુલાયમ સિંહનો ખાસ માનવામાં આવતા હતા. વર્ષ 2010 માં મુલાયમસિંહે તેમને પક્ષમાંથી પણ હટાવ્યા હતા. ત્યારબાદ તેઓ થોડા સમય માટે રાજકીય જીવનમાંથી પણ નિવૃત્ત થયા હતા. પરંતુ 2016 માં, તે ફરીથી સમાજવાદી પાર્ટીમાં પાછા ફર્યા હતા. ફરી તેઓ પાર્ટીમાંથી દૂર થયા હતા. છેલ્લે છેલ્લે તેમની ભાજપ સાથે નિકટતા વધી હતી.

ઉત્તર પ્રદેશના રાજકારણમાં વર્ષો સુધી પોતાનો દબદબો જાળવ્યો હતો. અમરસિંહ સમાજવાદી પાર્ટીના મહાસચિવ અને ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સભ્ય રહ્યા છે.

 84 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર