September 25, 2020
September 25, 2020

રાજ્યસભામાં આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન વિધેયક 2020 પસાર

ડૉક્ટર હર્ષવર્ધને કહ્યું – દેશમાં આયુર્વેદના ક્ષેત્રમાં ગુણવત્તાપૂર્ણ શિક્ષણને પ્રોત્સાહન આપવામાં મળશે મદદ

કોરોના વાયરસ સંકટ વચ્ચે સંસદના સત્રના ત્રીજા દિવસે આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા વિધાયક, 2020ને હરી ઝંડી મળી ગઈ છે. રાજ્યસભામાં બુધવારે લાંબી ચર્ચા બાદ આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા વિધાયક, 2020ને પસાર કરવામાં આવ્યું હતું.

આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે આ વિધેયક પસાર થતાં આયુર્વેદિક શિક્ષણની ગુણવત્તા સુધારવામાં મદદ મળશે. રાજ્યસભામાં ત્યારબાદ આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધને કોવિડ-19 અંગે આપેલા નિવેદન અંગે ચર્ચા થઇ હતી. રાજ્યસભામાં હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ એમેન્ડમેન્ટ બીલ -2020 તેમ જ ઇન્ડિયન મેડિસીન કાઉન્સિલ એમેન્ડમેન્ટ બીલ પેશ થશે અને તેના વિષે ચર્ચા પણ થશે.

વિરોધપક્ષ આ બંને વિધેયકનો વિરોધ કરી રહ્યા છે. વિરોધપક્ષ આ બંને વિધેયક વિરૃદ્ધ વૈધાનિક સંકલ્પ રજૂ કરશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજે રાજ્યસભામાં પણ એલએસી પર પ્રવર્તી રહેલી સ્થિતી અંગે નિવેદન આપે તેવી શક્યતા છે.

 49 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર