September 19, 2021
September 19, 2021

રાકેશ ઝુનઝુનવાલાએ આ સરકારી બેંકમાં 1.59% હિસ્સો ખરીદ્યો

બેઠકમાં 16,73,92,032 કરોડના ઇક્વિટી શેરની ફાળવણી પર મહોર મારી

દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ સરકારી કેનરા બેંકમાં 1.59% ભાગીદારી ખરીદી છે. BSE તરફથી જાહેર આંકડામાં આ માહિતી મળી છે. 24 ઓગસ્ટના રોજ જાહેર શેર હૉલ્ડિંગ સ્ટેટમેન્ટ પ્રમાણે રાકેશ ઝુનઝુનવાલાએ કેનરા બેંકમાં 1.59% ભાગીદારી એટલે કે બેંકના 2,88,50,000 સ્ટૉક ખરીદ્યા છે.

આ પહેલા મંગળવારે સવારે Canara Bank તરફથી કહેવામાં આવ્યું હતું કે, તેણે 16.73 કરોડ શેરના અલૉટમેન્ટને મંજૂરી આપી છે. બેંકનો 2,500 કરોડ રૂપિયાનો QIP બે દિવસ પહેલા જ 23 ઓગસ્ટના રોજ બંધ થયો હતો. QIP 17 ઓગસ્ટના રોજ ખુલ્યો હતો.

કેનરા બેંકના બોર્ડની સબ-કમિટીએ 24 ઓગસ્ટના રોજ મળેલી બેઠકમાં 16,73,92,032 કરોડના ઇક્વિટી શેરની ફાળવણી પર મહોર મારી હતી. બેંકે માન્ય ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને 149.35 રૂપિયા પ્રતિ શેરના હિસાબે સ્ટૉકની ફાળવણી કરી હતી. રેગ્યુલેટરને આપવામાં આવેલી જાણકારીમાં બેંકે કહ્યુ છે કે તેની યોજના QIP મારફતે 2,500 કરોડ રૂપિયા એકઠા કરવાની છે.

કેનરે બેંક તરપથી કહેવામાં આવ્યું છે કે 7 ઇન્વેસ્ટર્સને QIP ના કુલ ઇક્વિટી શેરના 5%થી વધારે સ્ટૉક ફાળવવામાં આવ્યા છે. જેમાં એલઆઈસીને (LIC) 15.91%, BNP પારિબા આર્બિટ્રેઝને (BNP Paribas Arbitrage) 12.55%, સોસાયટે જેનરાલીને 7.97%, ઇન્ડિયા બેંક અને ICICI પ્રેડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સને 6.37%-6.37% શેર અલૉટ કરવામાં આવ્યા છે.

 53 ,  1