દહેગામ નજીક રખિયાલ પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી

પોલીસે ફિલ્મી ઢભે કારનો પીછો કરી ઝડપી પાડી, આરોપીઓની કરી અટકાયત

ગાંધીનગર જિલ્લાના દહેગામ નજીક ડુમેચા ગામ પાસેથી રખિયાલ પોલીસે દારૂ ભરેલી કાર કબ્જે આરોપીને દબોચી લીધા છે. પોલીસે કુલ 27 હજારનો ભારતીય બનાવટી વિદેશી દારૂની કુલ 72 બોટલો કબ્જે કરી છે. પોલીસે ફિલ્મી ઢભે કારનો પીછો કરીને ઝડપી પાડવામાં આવી હતી.

દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટાફના કજોડરા નજીક પેટ્રોલીંગમાં હતા. તે સમયે બાતમી મળી હતી કે GJ-27-TT-2519 નંબરની અલ્ટો કાર ભારતીય બનાવટનો વિદેશી દારી ભરીને બાયડ તરફથી દહેગામ તરફ આવી રહી હતી.. જે આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર પસાર થતાં પોલીસે કારને ઊભી રાખવાનો ઇશારો કરતાં ચાલકે ઊભી ન રાખી બેફામ હંકારી મુકી હતી. જો કે રખિયાલ પોલીસે જીવના જોખમે ડુમેચા ગામ નજીક કારનો ઝડપી પાડી હતી.

મહિલા PSI જે.કે શાહે જણાવ્યું હતું કે, રખિયાલ પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા તે દરમિયાન ઇંગ્લિસ દારૂ ભરેલી કાર આવતી હોવાની બાતમી મળી હતી. દરમિયાન બાતમીવાળી કાર પસાર થતાં પોલીસે કારને ઊભી રાખવાનો ઇશારો કરતાં ચાલકે ઊભી ન રાખી હંકારી મુકી હતી. જો કે પોલીસ સ્ટાફે કારનો પીછો કરી ડુમેચા નજીક ઝડપી પાડી હતી. જો કે આરોપી કાર મૂકીને ભાગી ગયો હતો. આ દરમિયાન કારમાં તપાસ કરતા અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. તો બીજી ગણતરીની કલાકોમાં આરોપી રજનીશ સુખબીરસિંહને એનાસણ ખાતેથી ઝડપી પડ્યો હતો. આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે 27,600ની કિંમતની 72 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો કબ્જે કરી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

 59 ,  1