હિંમતનગર: કિફાયતનગરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરાયું

સ્વચ્છતા પખવાડિયા અનુસંધાને હિંમતનગરને અડીને આવેલ ઝહીરાબાદ પંચાયત વિસ્તારના કિફાયતનગરમાં જનશિક્ષણ સંસ્થા સાબરકાંઠા અને આદર્શ મહિલા પ્રગતિ વિકાસ મંડળ તેમજ ફૈઝાને ગરીબનવાજ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કિફાયતનગર પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છતા અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જન શિક્ષણ સંસ્થાના ડાયરેક્ટર એહમદભાઈ મન્સૂરીએ સફાઈ અંતર્ગત બાળકોને માર્ગદર્શન આપ્યું હતું અને બાળકો તેમજ આદર્શ મહિલા પ્રગતિ વિકાસ મંડળની બહેનોને તેમજ શાળા સ્ટાફને સાથે રાખી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સમગ્ર વિસ્તારમાં ફરી હતી અને સ્વચ્છતાના નારા લગાવ્યા હતા.

આ કાર્યક્રમમાં શાળા શિક્ષકગણ, મુખ્યશિક્ષક મુમતાજ બેન મન્સૂરી, રેહાનાબેન મન્સૂરી,મુકુંદભાઈ દરજી,અનીતાબેન પટેલ,સોનલબેન પાંડોર, આદર્શ મહિલા મંડળના પ્રમુખ ધારા મકવાણા, મંત્રી રૂકસાના દિવાન, બિલ્કિસ દિવાન,એટીએન ચેનલના એમડી સાહિલ મેમણ, રફીક મન્સૂરી સહિત મોટી સંખ્યામાં બહેનો જોડાયેલ હતા.

 49 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી