September 28, 2020
September 28, 2020

ભૂમિપૂજન બાદ બોલ્યા PM મોદી – સદીઓનો સંકલ્પ આજે થયો પૂરો, સમગ્ર ભારત બન્યું રામમય..

રામ મંદિરના ભૂમિપૂજન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, આજે ભારત નવો ઈતિહાસ રચી રહ્યો છે. આજે સમગ્ર ભારત રામમય છે. દરેક મન દીપમય છે. પીએમ મોદીએ કહ્યું કે, રામ કાજ કીન્હે બિનુ મોહિ કહાં વિશ્રામ…સદીઓનો ઇંતજાર સમાપ્ત થઈ રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વરસો સુધી રામલલલા ટેન્ટમાં રહ્યા હતા, પરંતુ હવે ભવ્ય મંદિર બનશે. પીએમ મોદીએ કહ્યું કે, ગુલામીના કાળખંડમાં આઝાદી માટે આંદોલન થયા છે, 15 ઓગસ્ટનો દિવસ તે આંદોલન અને શહીદોની ભાવવાનો પ્રતીક દિવસ છે. ઠીક એવી જ રીતે રામ મંદિર માટે અનેક-અનેક સદીઓ સુધી પેઢીઓએ પ્રયાસ કર્યા છે. આજનો આ દિવસ તે તમામ તપ-સંકલ્પનું પ્રતીક છે. રામ મંદિર માટે ચાલેલા આંદોલનમાં અર્પણ-તર્પણ-સંઘર્ષ સંકલ્પ હતો.

મોદીએ કહ્યું કે, જેવી રીતે દલિત-પછાત-આદિવાસી, સમાજના દરેક વર્ગે આઝાદીની લડાઈમાં ગાંધીજીને સહયોગ આપ્યો. તેવી જ રીતે આજે દેશભરના લોકોના સહયોગથી રામ મંદિર નિર્માણનું આ પુષ્ય કાર્ય પ્રારંભ થયું છે.

આજે સમગ્ર દેશ આનંદિત છે, દરેકનું મન દીપમય છે. આજે સમગ્ર ભારત ભાવુક છે. સદીઓની પ્રતીક્ષા આજે સમાપ્ત થઇ છે. કરોડો લોકોને આજે વિશ્વાસ થઇ રહ્યો નહિ હોય કે તેઓ જીવતે જીવ આ પાવન અવસરને જોઈ રહ્યા છે. વર્ષોથી ટેન્ટની નીચે રહેતા રામલલા માટે એક ભવ્ય મંદિરનું નિર્માણ થશે. તૂટવું અને ફરી ઉભું થવું સદીઓથી ચાલી રહેલ આ ક્રમથી રામ જન્મભૂમિ આજે મુક્ત થઇ છે.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, રામમંદિરના નિર્માણની આ પ્રક્રિયા રાષ્ટ્રને જોડવાનું ઉપક્રમ છે, આ મહોત્સવ છે- વિશ્વાસને વિદ્યમાનથી જોડવાનું છે. નર ને નારાયણ સાથે જોડવાનું છે. લોકોને આસ્થા સાથે જોડવાના છે. વર્તમાનને અતીત સાથે જોડવાનું છે. અને સ્વયંને સંસ્કાર સાથે જોડવાની છે.

 163 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર