ડેડલાઈન પુરી થવાના 4 દિવસ પહેલા જ,રામ મંદિરનું ટ્રસ્ટ બન્યું….

અયોધ્યા:કેન્દ્ર સરકારે બુધવારે રામ મંદિર નિર્માણ ટ્રસ્ટનું નિર્માણ કર્યું છે.તેમાં 12 સભ્ય હશે. સુપ્રીમ કોર્ટે ગત વર્ષે 9 નવેમ્બરે રામ મંદિર મામલામાં ચુકાદો આપ્યો હતો.તેમાં 3 મહીનાની અંદર ટ્રસ્ટ બનાવવાની વાત કહેવામાં આવી હતી.આ ટ્રસ્ટ રામ મંદિરનું નિર્માણ કરશે.સુપ્રીમ કોર્ટ તેના આદેશમાં મંદિરને લઈને એક યોજના બનાવવાનો આદેશ આપ્યો હતો.કેન્દ્ર આજે જ આ યોજના ટ્રસ્ટને સોંપશે.

અયોધ્યા એક્ટ અંતર્ગત અધિગ્રહણ કરવામાં આવેલી 67 એકર જમીન પણ ટ્રસ્ટને સોપવાની છે.તેની સાથે જ યોગી કેબિનેટ અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટે 5 એકર જમીન સુન્ની વક્ફ બોર્ડેને સોંપવાની મંજૂરી પણ આપશે.ભૂમિ સોંપણી પત્ર પણ બોર્ડને સોંપવામાં આવશે. અયોધ્યાની પાસેની લખનઉ હાઈવે પર રૌનાહીના ધન્નીપુરમાં ચિહ્તિ 5 એકર જમીન વકફ બોર્ડને આપવામાં આવે તેવી શકયતા છે.

ટ્રસ્ટના સભ્યોને લઈને શરૂ થયેલી અટકળો ચાલુ છે. શરૂઆતમાં વડાપ્રધાન, ગૃહ મંત્રી, યૂપીના મુખ્યમંત્રી અને રાજ્યપાલને સંરક્ષક બનાવવાની અટકળો હતો. જોકે હવે ટ્રસ્ટને સંપૂર્ણ સમાજની પ્રતિનિધિની સંસ્થાના રૂપમાં તૈયાર કરવાના સંકેત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આદિ શંકરચાર્ય દ્વારા સ્થાપિત ચાર મઠોના શંકરાચાર્ય ટ્રસ્ટમાં સામેલ થશે. અયોધ્યાના મહંત નૃત્ય ગોપાલ દાસ, દિંગબર અની અખાડાના મહંત સુરેશ દાસ, નિર્મોહી અખાડાના મહંત દીનેંદ્ર દાસ, ગોરક્ષપીઠ ગોરખપુરના પ્રતિનિધિ, કર્ણાટકના ઉડુપી પેજાવર મઠના પ્રતિનિધિ, વિહિપના ઓમ પ્રકાશ સિંઘલ, ઉપાધ્યક્ષ ચંપતરાય, રામ મંદિર આંદોલનને સામાન્ય લોકો સુધી પહોંચાડનાર સ્વર્ગસ્થ અશોક સિંઘલના ભત્રીજા સલિલ, સ્વર્ગસ્થ વિષ્ણુહરિ ડાલમિયાના પરિવારમાંથી પુનીત ડાલમિયા, એક દલિત પ્રતિનિધિ અને એક મહિલા પ્રતિનિધિ ટ્રસ્ટમાં સામેલ થશે. કેન્દ્ર સરકારના પ્રતિનિધિના રૂપમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરના અધિકારી, રાજ્ય સરકારના પ્રતિનિધિના રૂપમાં અયોધ્યાના ડીએમને પણ ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવી શકે છે.

સુપ્રીમ કોર્ટના આદેશના પાલનની સાથે જ અયોધ્યામાં સુરક્ષા કડક કરવાની તૈયારી છે. રાજ્યમાં થોડા દિવસો પહેલા CAAના વિરોધમાં થયેલી હિંસાના તાર પીએફઆઈ સહિત કેટલાક અન્ય સંગઠનો સાથે જોડાયેલા છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વધુ સાવધાની રાખી છે. અયોધ્યાના રામલલા મંદિર પર 2005માં આતંકવાદી હુમલો થઈ ચૂક્યો છે.

 22 ,  1