September 23, 2020
September 23, 2020

રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ કોરોના પોઝિટિવ, જન્માષ્ટમી કાર્યક્રમમાં થયા હતા સામેલ

CM યોગીએ મહંત નૃત્ય ગોપાલ દાસ, તેમના સમર્થકો અને મથુરાના જિલ્લાધિકારી સાથે કરી વાત

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસની તબિયત અચાનક લથડી છે. સૂત્રોના જણાવ્યા મુજબ નૃત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસની તબિયત અચાનક બગડી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નૃત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારબાદ ડોક્ટરને બોલાવવામાં આવ્યા અને તેમને ઓક્સિજન લગાવવામાં આવ્યું. નૃત્ય ગોપાલ દાસ હાલ મથુરામાં છે, આગરાના સીએમઓ અને તમામ ડોક્ટર્સ નૃત્ય ગોપાલ દાસની સારવાર માટે પહોંચ્યા છે.

આ બધા વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહંત નૃત્ય ગોપાલ દાસ, તેમના સમર્થકો અને મથુરાના જિલ્લાધિકારી સાથે વાત કરી છે. આ સાથે જ સીએમ યોગી આદિત્યનાથે મેદાન્તા હોસ્પિટલના ડોક્ટર નરેશ ત્રેહાન સાથે પણ વાત કરી છે અને મહંત નૃત્ય ગોપાલ દાસને ગુરુગ્રામ સ્થિત  મેદાન્તા હોસ્પિટલમાં શિફ્ટ કરવાની તૈયારી છે. 

દર વર્ષની જેમ મહંત નૃત્ય ગોપાલ દાસ જન્માષ્ટમીના પ્રસંગે મથુરા પહોંચ્યા હતા, જ્યાં તેમની તબિયત અચાનક બગડી ગઈ. તેમને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ છે. તાત્કાલિક ડૉક્ટરોને બોલાવવામાં આવ્યા. તબિયત બગડ્યા બાદ ડીએમ મથુરા સહિત આગ્રાના સીએમઓ તથા અન્ય ડૉક્ટર સારવાર માટે સીતારામ આશ્રમ પહોંચ્યા. સાથોસાથ કોવિડ-19ની ટીમ પણ આશ્રમ પહોંચી.

 88 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર