રામ મંદિર માટેની મધ્યસ્થતા પેનલ આજે સુપ્રીમ કોર્ટને આપશે અંતિમ રિપોર્ટ

અયોધ્યા જમીન વિવાદનો વાતચીતથી ઉકેલ લાવવા માટે બનાવવામાં આવેલી મધ્યસ્થતા પેનલ આજે ગુરુવારે સુપ્રીમ કોર્ટને બંધ કવરમાં અંતિમ રિપોર્ટ સોંપશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બનેલી બેન્ચે 11 જુલાઈએ એક અરજી પર પેનલ પાસે આ રિપોર્ટ માંગ્યો હતો. દરેક પક્ષો વચ્ચે સોમવારે દિલ્હીમાં આવેલા ઉત્તર પ્રદેશ સદનમાં છેલ્લી મીટિંગ થઈ હતી.
આ પહેલાં 18 જુલાઈએ મધ્યસ્થતા પેનલે કોર્ટને સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો હતો. ત્યારે સીજેઆઈએ કહ્યું હતું કે, અત્યારે મધ્યસ્થતા રિપોર્ટને રેકોર્ડમાં નથી લેવામાં આવ્યો, કારણ કે હાલ તે ખાનગી છે. પેનલ ટૂંક સમયમાં અંતિમ રિપોર્ટ કોર્ટને સોંપશે. જો તેમાં કોઈ સકારાત્મક પરિણામ નહીં આવે તો 2 ઓગસ્ટથી રોજ સુનાવણી વિશે વિચાર કરવામાં આવશે. તે જ દિવસે સુનાવણીને લઈને આગામી મુદ્દાઓ અને દસ્તાવેજોના અનુવાદની ખામીઓ ચિન્હિત કરવામાં આવશે.

 60 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી