અમદાવાદ : તલવાર વડે કેક કાપનાર સહિત પાંચ યુવકોની રામોલ પોલીસે કરી ધરપકડ

 યુવાને જાહેરમાં તલવારથી કેક કાપી બર્થ-ડે ઉજવ્યો, વીડિયો કર્યો હતો વાયરલ

અમદાવાદ શહેરમાં નિયમોના ધજાગરા ઉડાડતો એક વીડિયો સામે આવ્યો હતો. કર્ફ્યૂના સમયમાં 30મી જાન્યુઆરીએ રાત્રે 12 કલાકે તલવારથી કેક કાપતો યુવાનોનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી પાંચ લોકોની ધરપકડ કરી છે.

વસ્ત્રાલ વિસ્તારમાં વિશાલ પંડ્યા નામના યુવકે તલવારથી કેક કાપીને પોતાની સોસાયટીના કોમન પ્લોટમાં પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. તલવાર વડે કેક કાપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

વીડિયો વાયરલ થતા આખરે પોલીસને રેલો આવ્યો અને કાર્યવાહી કરવી પડી હતી. પણ જે ગુનો દાખલ થયો તેમાંય માત્ર પાંચ લોકોની જ ધરપકડ કરાઈ છે.

જો કે આ મામલે સૌ પહેલા રામોલ પોલીસે સમગ્ર ઘટનાને દબાવવાના પ્રયાસો કર્યો હોવાનો આરોપ લાગ્યો હતો. વીડિયોમાં દેખાતા શખ્સ વિશાલ પંડ્યા અને પોલીસ સ્ટેશનના કર્મીઓએ સાથે ફોટો પડાવ્યો હોય છતાં રામોલ પોલીસે ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો લાગ્યા હતા.

એટલું જ નહીં અન્ય પોલીસની હદમાં બનાવ બન્યો હોવાનું રટણ કરી છટકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાદમાં પોલીસે ગુનો નોંધી વિશાલ ઉર્ફે મોંટુ પંડ્યા, બ્રિજેશ મહેતા, આશિષ દેસાઈ, વિપુલ દેસાઈ અને રાજન રબારીની ધરપકડ કરી હતી.

 68 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર