‘સવારે તારું મોઢું જોઇને દિવસ ખરાબ જાય છે, કોઈને લઈને ભાગી કેમ નથી જતી..’ પત્નીની ફરિયાદ

રામોલ પોલીસે ફેક્ટરી માલીક પતિ સહિતના સાસરીયા સામે તપાસ શરૂ કરી

રામોલ વિસ્તારમાં ફેકટરી માલિક પતિ સહિત સાસરિયાના ત્રાસથી કંટાળી મહિલાએ શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ સોમવારે સાંજે નોંધાવી છે. મહિલાને સાસરિયા તું અમારા ઘરમાં સુટ થતી નથી, તને કામ કરતા આવડતું નથી. તેમ કહી પરેશાન કરતા હતા. પતિ અને જેઠ તું કોઈને લઈને ‘સવારે તારું મોઢું જોઇને દિવસ ખરાબ જાય છે, કોઇને લઇને ભાગી કેમ નથી જતી? જેથી અમારો છૂટકારો થાય તેમ કહી મહિલાને ટોર્ચર કરતા હતા. આ મામલે રામોલ પોલીસ તપાસ શરૂ કરી છે.

રામોલમાં હાથીજણ સર્કલ પાસે દેવકૃપા ડેવાઇનમાં રહેતી 33 વર્ષીય રોશની(ઓળખ છુપવા નામ બદલ્યું છે)ને લગ્ન 2009માં તેના જ સમાજમાં થયા હતા. લગ્નના 6 માસ બાદથી સાસરિયાએ મેણાં મારવાનું શરૂ કર્યું હતું. સાસુ સસરા કહેતા ‘તું અમારા ઘરમાં સૂટ થતી નથી, કોઈ કામ આવડતું નથી અને તારો દેખાવ સારો નથી’. જ્યારે પતિ અને જેઠ રોશની પર શંકા કરી તું ઘરમાં વસ્તુઓ ગાયબ કરી દે છે. તે અમારા દસ્તાવેજ ગાયબ કરી દીધા છે. ‘સવારે તારું મોઢું જોઇને દિવસ ખરાબ જાય છે, તું કોઈને લઈને ભાગી કેમ નથી જતી? જેથી અમારો છુટકારો થાય તેમ કહી પતિ અને જેઠ વૈશાલીને ટોર્ચર કરતા હતા.

લિફ્ટ એસેસરીઝનું કારખાનું ધરાવતા પતિને તેના પિતા સાથે મન દુઃખ થતા અલગ રહેવા પત્નીને લઈ ગયો હતો. બાદમાં પિતા સાથે સમાધાન થઈ જતા સાસુ,સસરા અને જેઠને રોશની વિરુદ્ધ ઉશ્કેરતો હતો. પતિએ એકવાર રોશનીને ઘરમાંથી કાઢી મૂકતા સમાજ રાહે સમાધાન થયું હતું. જોકે પતિ સહિત સાસરીયામાં કોઈ સુધારો આવ્યો ન હતો. પતિ અવારનવાર પત્ની સાથે મારઝૂડ કરતો.

ગત તા.24-11-2020ના રોજ પતિએ સવારે 6 વાગ્યે ઉઠી ઝઘડો કરી રોશનીને કહ્યું કે, તું તારા મા બાપના ઘરે જતી રહે, તારું મોં જોવાથી મારો દિવસ બગડે છે. મને છૂટાછેડા આપી દે. મારે બીજા લગ્ન કરવા છે. પત્નીએ માતા-પિતાની સ્થિતિ સારી ન હોવાથી જવાની ના પાડતા પતિએ બે લાફા મારી દીધા અને પત્નીને પુત્ર સાથે તેના પિયરમાં મૂકી આવ્યો હતો. આખરે રોશનીએ પતિ, સાસુ સસરા સહિતના સાસરિયા સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

 20 ,  1