અમદાવાદ : રામોલમાં પત્નીને બદચલન કહી ત્રાસ આપનાર પતિ સામે ફરિયાદ

પત્નીને પતિ પગની જુત્તી બની રહેવાનું કહી ત્રાસ આપતો હતો

અવાર નવાર દારૂ પી ને પત્નીને પતિ પિયરમાંથી પૈસા લાવવાનું દબાણ કરી તેને પગની જુત્તી બનીને રહેવાનું કહેતો હતો. ઉપરાંત પતિ તેના પિતાની હાજરીમાં બદચલન કહીને બે સંતાનો તેના ન હોવાનું પતિ કહેતો હતો. આખરે કંટાળીને પરિણીતાએ પતિ સામે રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

રામોલમાં રહેતી 32 વર્ષીય મોનાલી (ઓળખ છુપાવા નામ બદલ્યું છે) ત્રણેક વર્ષથી તેના પિતાના ઘરે બાળકો સાથે રહી નોકરી કરી ગુજરાન ચલાવે છે. મોનાલીને તેની મોટી બહેનના સાસરે અવર જવર દરમિયાન મોટી બહેનના દિયર સાથે તેની આંખ મળી ગઈ હતી અને બાદમાં મોનાલીએ અને તેની બહેનના દિયરે વર્ષ 2007માં મંદિરમાં લગ્ન કરી લીધા હતા. મોનાલીનો પતિ હાલ દિલ્હી રહે છે અને બે બાળકો મોનાલી સાથે રહે છે.

લગ્ન બાદ મોનાલી ભાડેથી તેના પતિ સાથે રહેતી હતી. અમદાવાદનું મોનાલીના પિતાનું મકાન તેના નામે હોવાથી તેનો પતિ તે ઘર વેચી પૈસા લાવવા દબાણ કરતો હતો. લગ્નના એક વર્ષ બાદ મોનાલીએ પુત્રીનો જન્મ આપતા તે પુત્રી મારી નથી તેમ કહી પતિએ શક વહેમ રાખી ત્રાસ ગુજાર્યો હતો. પુત્રીને જન્મ આપ્યા બાદ થોડા સમય બાદ મોનાલી ફરી ગર્ભવતી થતા તેના પતિએ તારો ખર્ચ ઉપાડી શકું તેમ નથી તારા પિતાના ઘરે જતી રહે કહેતા પત્નીને પિયર મોકલી દીધી હતી. મોનાલીએ પુત્રને જન્મ આપતા તેના પતિએ પિયરમાંથી પૈસા લઈને આવજે નહિ તો ઘરમાં નહિ ઘુસવા દવું તેવું જણાવતા મોનાલી 20 હજાર લઈને તેના પતિ પાસે ગઈ હતી.

બાદમાં ફરી બે સંતાનોનું કેવી રીતે પૂરું કરું તેમ કહી પિયરમાંથી પૈસા મંગાવવાનું કહેતા મોનાલીએ પિયરમાંથી 10 હજાર મંગાવ્યા હતા. મોનાલી તેના પતિને રૂપિયા લાવી આપતી હોવા છતાંય બે સંતાન તેના નથી કહીને બંનેને લઈને દૂર જતી રહેવા કહેતો હતો. બીજા વધારે પૈસા માંગી પતિ હું કહું તેમ પગની જુત્તી બનીને રહેવાનું કહી તેને ત્રાસ આપતો હતો. પતિ કહે તેમ રહેતી હોવા છતાંય તેને માર મારી ત્રાસ ગુજારી પતિએ સસરાને બોલાવી તેમની દીકરી બદચલન છે કહીને તેને લઈ જવા કહેતો હતો.

મોનાલી પિયરમાં જતી રહી હોવા છતાંય તેનો પતિ ખોટા પોલીસને મેસેજ કરી સસરાના ઘરે પોલીસ મોકલતો હતો. મોનાલીએ છૂટાછેડા લેવાનું કહેતા પતિ તું ત્યાં ખરાબ ધંધા કરે છે તને સુખથી રહેવા નહિ દવું કહીને ધમકીઓ આપતો હતો. આખરે કંટાળીને મોનાલીએ રામોલ પોલીસસ્ટેશન માં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

 56 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર