‘છોકરીને મારા ઘરે મુકી જા..’ કહી વ્યાજખોરોએ યુવકને ધમકાવતા કર્યો આપઘાતનો પ્રયાસ

રામોલ પોલીસે 5 વ્યાજખોરના વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ હાથધરી

ન્યુ મણીનગર ખાતે રહેતા યુવકે ધંધાના કામ માટે 10 ટકા વ્યાજે પૈસા લીધા હતા. જો કે પૈસા જેટલું વ્યાજ ચૂકવી દીધા હોવા છતા પણ વ્યાજખોરો વધુ વ્યાજની માંગણી કરી અવાર નવાર ત્રાસ ગુજારી ધાક ધમકી આપતા હતા કે, જો પૈસા નહીં આપે તો તારી છોકરીને મારા ઘરે મુકી જા.,, જેથી કંટાળી યુવકે ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ અંગે પરિવારને જાણ થતા તેને સમયસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તે બચી ગયો છે. આ અંગે યુવકની પત્નીની ફરિયાદના આધારે રામોલ પોલીસે 5 વ્યાજખોરના વિરુદ્ધમાં ગુનોદાખલ કરી તપાસ હાથધરી છે.

ન્યુ મણીનગરના વૈકુંઠ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા રીનાબેન રાજબહાદુર તેમના પતિ સુજીતભાઈ સાથે રહે છે. સુજીતભાઈને ધંધા અર્થે પૈસાની જરૂર હોવાથી કદિરભાઈ મુદ્દલીયાર પાસેથી રૂ.10 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. ત્યારબાદ કદિરભાઈના ભાઈ અખિલેશ,મોગલ,મણીભાઈ અને મુકેશભાઈ પાસેથી પણ પૈસા લીધા હતા. જો કે આ તામમને વ્યાજની રકમ મુડી કરતા પણ વધારે ચૂકવી આપી હતી. તેમ છતા ફોન કરી વ્યાજ ચૂકવવાનું જણાવી ધાકધમકી આપતા કે, જો પૈસા નહીં આપે તો તારી છોકરીને મારા ઘરે મુકી જા.

આ દરમિયાન ગુરુવારે તેમના ઘરે હાજર હતા ત્યારે સુજીતભાઈને તેમના મિત્રનું અવસાન થઈ ગયું હોવાનો ફોન આવ્યો હતો. જેથી તે ત્યાં ગયા હતા પરંતુ વઘુ સમય પસાર થતા તે પરત આવ્યા ન હતા. જેથી રીનાબેન તેમના નવા ઘરે તેમના પતિને શોધવા ગયા ત્યારે તેમનો પતિ જમીને ફીનાઈલ પી લીધેલી હાલતમાં પડ્યો હતો. જેથી રીનાબેને 108ને ફોન કરીને પતિને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ત્યારબાદ આ મામલે વ્યાજખોર કાદિર, અખિલેશ, મોગલ, મીણા અને મુકેશ સામે વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

મે વ્યાજે પૈસા લીધા હતા, મૂડી કરતા વધુ વ્યાજ ચુકવ્યું છે

ફી નાઈલ પીતા પહેલા સુજીતભાઈએ એક ચીઢી લખી હતી તેમાં જણાવ્યું હતું કે, મે વ્યાજે પૈસા લીધા હતા, તે તમામ લોકોને મુડી કરતા પણ વધુ વ્યાજ ચૂકવી આપ્યું છે. જો કે તેમ છતા પણ આ વ્યાજખોરો વધુ વ્યાજની માંગણી કરીને હેરાન કરી રહ્યા છે. ધાકધમકી આપી રહ્યા છે, તેથી હું આ પગલુ ભરી રહ્યો છું.ેથી હું આ પગલુ ભરી રહ્યો છું.

 58 ,  4 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર