September 24, 2020
September 24, 2020

અમદાવાદ : રાણીપ બ્રિજને ‘આત્મનિર્ભર’ જાહેર કરવામાં આવ્યો, શહેરના પાંચ બ્રિજના નામકરણ

શહેરના નવા રેલવે ઓવરબ્રિજ અને ફ્લાય ઓવરબ્રિજના નામકરણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકડાઉન પહેલા લોકાર્પણ કરવામાં આવેલા ફ્લાયઓવર તેમજ રેલવે ઓવરબ્રિજની નામકરણ વિધિ કરવામાં આવી છે. જેમાં રાણીપ ના બ્રીજને આત્મ નિર્ભર જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે ઇન્કમટેક્સ ફ્લાયઓવર ને સ્વ. અરુણ જેટલી બ્રીજ, અંજલીફ્લાય ઓવરને સ્વ. સુષ્મા સ્વરાજ બ્રીજ, બાપુનગર દિનેશ ચેમ્બર્સ ફ્લાયઓવરને મહારાણા પ્રતાપ , હાટકેશ્વર ફ્લાયઓવરને છત્રપતિ શિવાજી અને રાણીપ બ્રીજ ને આત્મ નિર્ભર ગુજરાત નામ આપવામાં આવ્યા છે.

રેલવે ઓવરબ્રિજ અને ફ્લાય ઓવરનું નામકરણ

  • આત્મનિર્ભર ગુજરાત રેલવે ઓવરબ્રિજ, રાણીપ બલોલનગર રેલવે ઓવરબ્રિજ
  • સ્વ.અરૂણ જેટલી ફ્લાય ઓવરબ્રિજ, ઇન્કમટેક્સ ઓવરબ્રિજ
  • મહારાણા પ્રતાપ ફ્લાય ઓવરબ્રિજ, બાપુનગર દિનેશ ચેમ્બર્સ ઓવરબ્રિજ
  • સ્વ.સુષ્મા સ્વરાજ ફ્લાય ઓવરબ્રિજ, અંજલિ ચાર રસ્તા ઓવરબ્રિજ
  • છત્રપતિ શિવાજી ફલાય ઓવરબ્રિજ, હાટકેશ્વર ઓવરબ્રિજ

 217 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર