સુરતમાં લાલા ભરવાડ ગેંગનો આતંક, વેપારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી માંગે છે ખંડણી

ફાઇલ ફોટો

 લાલા ભરવાડ ગેંગ સામે ખંડણીની ફરિયાદ, ધમકી આપી ઉઘરાવે છે પૈસા

સુરતમાં લાલા ભરવાડ ગેંગની દાદગીરી સામે આવી છે. શહેરમાં ખુલ્લેઆમ આતંક મચાવતી આ ગેંગ શાકભાજીના વેપારીઓ પાસેથી ધમકી આપી પૈસા ઉઘરાવતા હોય છે. ત્યારે એક વેપારીએ હિંમત દાખવી લાલા ભરવાડની ગેંગ સામે ફરિયાદ નોંધાવી છે. વેપારીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, છેલ્લા અઢી વર્ષથી ધમકી આપી આ ગેંગ હપ્તા ઉધરાવે છે. જો કે લોકડાઉન બાદ માંડ માંડ ધંધો ચાલતો હોવા છે ત્યારે આ ગેંગ ધાક ધમકી આપી હપ્તાની ઉઘરાણી સાથે જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે.

શહેરના કડોદરા રોડ સરદાર માર્કેટની બહારï ધંધો કરવા બેસતા શાકભાજી અને ફ્રૂટના વેપારીઓ પાસેથી ખંડણી પેટે રોજના રૂપિયા 500ની ઉઘરાણી કરતા ભરવાડ ગેંગ સામે આખરે કોથમીરના વેપારીએ હિંમત કરી ગઈકાલે ફરિયાદ નોîધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. કોરોનાના કારણે લોકડાઉન લાગુ થયા બાદ માંડ માંડ વેપારીઓએ માંડ ફરીથી ધંધો શરુ કયો છે ત્યારે માથાભારે લાલા ભરવાડ ગેંગે  તેમની પાસેથી ખંડણી પેટે માંગેલા રૂપિયા કોથમીરના વેપારીએ આપવાની ના પાડતા ધંધો નહી કરવા દેવાની સાથે પિતા-પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

સગરામપુરા ગોલકીવાડ ખાતે રહેતા ઉમર અમીર નનુમિયા શેખ સરદાર માર્કેટની બહાર ફુડપાથ ઉપર સાઈગુરુ નામથી 30 વર્ષથી કોથમીરનો જથ્થા બંધ વેપાર કરે છે. ઉમરાને ધંધામાં તેનો પુત્ર અમ્ર પણ મદદરૂપ થાય છે ઉમર શેખનો ધંધો રાત્રેïના અગિયારથી સવારના છ વાગ્યા સુધીનો હોય છે.

ગત તા 19મીના રોજ પિતા-પુત્ર ધંધાના સ્થળ પર હતા તે વખતે લાલા ભરવાડના માણસ સંજુ ભરવાડ અને ચીરાગ તેમની પાસે આવ્યા હતા અને અહી ધંધો કરવો હોય તો આજથી રોજના રૂપિયા 500 આપાવા પડશે, જો નહી રૂપિયા આપે તો અમે તને અહી ધંધો કરવા દઈશું નહી તેવી ધમકી આપી હતી.

ઉમર 30 વર્ષથી કોથમીરનો ધંધો કરે છે અને છેલ્લા અઢી વર્ષથી લાલા ભરવાડ ધંધો કરવા બેસવા દેવાના બદલામાં રોજના રૂપિયા 200ની ખંડણી ઉઘરાવે છે. લાલા ભરવાડના ડરના કારણે ઉમર શેખ સહિત અંદાજીત 150થી 200 જેટલા નાના છુટક ધંધો કરતા શાકભાજી અને ફુડના વેપારીઓ રોજના 200 રૂપિયા આપે છે. દરમિયાન કોરોના કારણે 22મી માર્ચથી લોકડાઉન થતા ધંધો બંધ થઈ ગયો હતો. ઉમર શેખે  લોકડાઉન ખુલતા ફરીથી ધંધો શરુ કર્યો હતો ત્યારે લાલા ભરવાડના માણસ સંજુ ભરવાડ અને ચિરાગ વેપારીઓ પાસે આવી ખંડણી પેટે રોજના રૂપિયા 500ની માંગણી કરી હતી.

જાકે ઉમર શેખે પૈસા આપવાનો ઇન્કાર કરતા ધંધો કરવા દેવાની ના પાડી બળજબરી પુર્વક પૈસા કઢાવવા માટે ઉમર અને તેના પુત્રને જીવતા નહી રહેવા દેવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ઉમર શેખની ફરિયાદ લઈ લાલા ભરવાડ, સંજુ ભરવાડ અને ચિરાગ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 46 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર