16 જુને ભારતે પાકિસ્તાનને વર્લ્ડ કપમાં હાર આપી હતી, આ મેચ એટલો રોમાંચક હતો કે એને જોવા માટે બોલિવૂડનાં સ્ટાર પર હાજર રહ્યાં હતા. રણવીર સિંહ, સૈફ અલી ખાન વગેરે જેવા મોટા સ્ટાર ભારતની ટીમને સપોર્ટ કરતા જોવા મળ્યાં હતા. હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં રણવીર સિંહ વિરાટ કોહલીને મેદાનમાં જઈને ગળે લગાડે છે અને બંન્ને કંઈક વાત-ચીત કરતા જોવા મળી રહ્યાં છે. રણવીર સિંહ જોશવાળા અંદાજ માટે તો પહેલાથી જ જાણીતો છે. તો આ વખતે પણ એનો એવો જ અંદાજ જોવા મળ્યો હતો.

રણવીર સિંહ મેચ શરૂ થતા પહેલાં હરભજન સિંહ, બ્રાયન લારા તથા વિરેન્દ્ર સહેવાગ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. તેમજ રણવીર સિંહે વિરેન્દ્ર સહેવાગ સાથે કમેન્ટ્રી પણ કરી હતી. ક્રિકેટર રોહિત શર્માએ જ્યારે સદી ફટકારી ત્યારે રણવીર સિંહે રોહિત શર્માના વખાણ કરતાં કહ્યું હતું કે તેનું વેગન વ્હીલ ઘણું જ સારું છે, દરેક દિશામાં રોહિત શોટ મારે છે.
25 , 1