બિહાર : મધુબનીમાં હેવાનિયત, દિવ્યાંગ સાથે દુષ્કર્મ બાદ નરાધમે બન્ને આંખો ફોડી નાખી

રેપ ગુજાર્યા બાદ દિવ્યાંગ પીડિતાની બન્ને આંખો ફોડી નાખી, લોકોમાં રોષ

બિહારના મધૂબની જિલ્લામાંથી એક ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી છે. એક શેતાને દિવ્યાંગ સાથે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો. આટલું જ નહીં નરાધમે પીડિતાની બંને આંખો પણ ફોડી નાખી. આ ભયાનક ઘટના મધૂબની જિલ્લાના હરલખી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની છે. આ ઘટના બાદ લોકોમાં નારાજગી પ્રસરી ગઇ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવતી ઘરમાં ચૂલો સળગાવવા માટે સૂકા પાંદડા લેવા માટે ગઇ હતી. આ દરમિયાન પીડિતાને પોતાનો શિકાર બનાવી હતી.

વિગત મુજબ, મધૂબનીના હરલાખી વિસ્તારના એક ગામમાં એક યુવકે દિવ્યાંગ વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો હતો, બાદમાં અણી વાળા હિથયાર વડે તેની આંખો ફોડી નાખી હતી. પીડિતા આરોપીને ઓળખી ન જાય અને પોલીસને કે પરિવારને જાણ ન કરી શકે તે માટે નરાધમે તેની આંખો ફોડી નાખી હતી. ગ્રામજનોએ આ ઘટનામાં અન્ય લોકો પણ સામેલ હોવાની શંકા વ્યક્ત કરી છે.

પોલીસે હાલ ફરિયાદના આધારે એક યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દિવ્યાંગ યુવતી ખેતરમાં સૂકા પંદરા લેવા ગઇ હતી. જ્યાં હાજર એક યુવકે તેના પર ખેતરમાં લઇ જઇને રેપ ગુજાર્યો હતો. બાદમાં આંખો ફોડી યુવતીને બેભાન હાલતમાં ખેતરમાં છોડીને નાસી છૂટયો હતો. પીડિતાને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર