5 વર્ષથી બ્લેકમેઈલ કરી કરતો હતો રેપ, મહિલાએ કરી શાહીબાગ પોલીસ સ્ટેશનમા ફરીયાદ

rape case

રાજ્યમા હવે રેપના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે અમદાવાદમા પણ રેપના કેસ બેફામ વધતા જઈ રહ્યા છે, એક તરફ નારી સુરક્ષિત હોવાના સરકાર તરફથી નિવેદનો આવતા હતા તો બીજી તરફ રેપ કેસ સખત વધી રહ્યા છે. અમદાવાદમાં રહેતી 50 વર્ષીય મહિલાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ‘મારા બોયફ્રેન્ડે મારી પર રેપ કર્યો છે’ ફરિયાદ મુજબ યુવક 50 વર્ષની પ્રેમિકાને બ્લેકમેઈલ કરી અવાર-નવાર રેપ કરતો હતો.

FB પર મહિલાનું બનાવ્યુ ડમી એકાઉન્ટ

મહિલાએ પ્રેમી સાથે સંબંધ તોડી નાખ્યો હતો. જેથી પ્રેમીએ ઉશ્કેરાઈને તેનો ડમી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું, અને તેને બ્લેકમેઈલ કરી 2 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. આટલું જ નહીં પ્રેમીએ મહિલા પર એસિડ ફેકવાની ધમકી પણ આપી હતી. મહિલાના બિભત્સ વીડિયો ફેસબુક વાઈરલ કર્યા હતા.

લગ્નનુ વચન આપી બાંધ્યો હતો શારીરિક સંબંધ

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે મહિલા અને તેનો પ્રેમી નરેન્દ્ર રાજપુત વર્ષ 2014માં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. સીટીએમમાં રહેતો નરેન્દ્ર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતો હતો. આ દરમિયાન બંને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઈ હતી. બાદમાં ધીમે-ધીમે બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. નરેન્દ્રએ મહિલાને લગ્નની પ્રોમિસ આપીને શારીરિક સંબંધ બાંધ્યો હતો. તે દરમિયાન તેણે મહિલા સાથે મજા માણતા વીડિયો પણ ઉતાર્યા હતા.

મહિલાને 5 વર્ષથી બ્લેકમેઈલ કરી કરતો હતો રેપ

મહિલાને થોડા મહિના પહેલા જાણકારી મળી કે તેનો પ્રેમી નરેન્દ્ર પરિણીત છે. તેના બે બાળકો પણ છે. ત્યારે નરેન્દ્રનુ સત્ય સામે આવી જતાં મહિલાએ તેના સાથે સંબંધો તોડી નાખ્યો. તેનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધુ હતું. જેથી ઉશ્કેરાઈને નરેન્દ્રએ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપી હતી. મહિલાએ જણાવ્યું કે છેલ્લા 5 વર્ષથી તે વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી મારી સાથે રેપ કરતો હતો. જેમના પગલે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

 39 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર